રઘુવીર ચૌધરી
◆ રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.
◆ મુખ્ય કૃતિઓ ◆
👉🏻 નવલકથા
પૂર્વરાગ (૧૯૬૪)*
અમૃતા (૧૯૬૫)*
પરસ્પર (૧૯૬૯)
રૂદ્રમહાલય (૧૯૭૮)
પ્રેમઅંશ (૧૯૮૨)
ઇચ્છાવર (૧૯૮૭)
👉🏻 ગુજરાતી સાહિત્ય સભા મુજબ "અમૃતા" એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી.
👉🏻 વાર્તા સંગ્રહો
આકસ્મિક સ્પર્શ (૧૯૬૬)
ગેરસમજ (૧૯૬૮)
બહાર કોઈ છે (૧૯૭૨)
નંદીઘર (૧૯૭૭)
અતિથિગૃહ (૧૯૮૮)
કવિતા ફેરફાર કરો
તમસા (૧૯૬૭, ૧૯૭૨)
વહેતાં વૃક્ષ પવનમાં
ઉપરવાસયત્રી
નાટક ફેરફાર કરો
અશોકવન (૧૯૭૦)
ઝુલતા મિનારા (૧૯૭૦)
સિકંદરસાની (૧૯૭૯)
નજીક
એકાંકી ફેરફાર કરો
ડિમલાઇટ (૧૯૭૩)
ત્રીજો પુરુષ (૧૯૮૨)
👉🏻 વિવેચન
અદ્યતન કવિતા
વાર્તાવિશેષ
દર્શકના દેશમાં
જયંતિ દલાલ
મુક્તાનંદની અક્ષર આરાધના
👉🏻 રેખાચિત્રો
સહરાની ભવ્યતા (૧૯૮૦)
તિલક
👉🏻 પ્રવાસ વર્ણન
બારીમાંથી બ્રિટન
👉🏻 ધર્મચિંતન
વચનામૃત અને કથામૃત
👉🏻 સંપાદન
સ્વામિનારાયણ સંતસાહિત્ય
નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય
No comments:
Post a Comment
if you have any doubts please let me know