Pages

Introduction

Pages

Pages

Friday, October 8, 2021

કાત્યોકનો મેળો સિદ્ધપુર

કાત્યોકનો મેળો સિદ્ધપુર


           ➡️ સિદ્ધપુર સરસ્વતી નદીના કૂખમાં ભરાતા કાત્યોકનો મેળો કાર્તિકી પૂનમની રાત્રીના સમયે રોશનીથી ઝળહળી ઉઠે છે.લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીની કૂખમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરી ધન્યતા અનુભવે છે. મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાને લઈને ગોઠવાતા ઉટ બજાર , શેરડી બાર , અશ્વ બજાર તેમજ મનોરંજનને લગતી અવનવી ચીજોની દુકાનો આકર્ષણ જમાવે છે. મેળામાં નાની - મોટા ચકડોળો , બાળકોને મનોરંજન અાપતા સાધનો તેમજ મોતના કૂવામાં મોટરસાઈક્લ અને મારૂતિના જીવસટોસટના ખેલ પણ જોવા મળે છે. વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. જે કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એકવાર ખુલતું  હોવાથી કાત્યોકનો લોકમેળો માણવા આવતા લાખો શ્રધ્ધાળુંઓ ભગવાન કાર્તિકેયના દર્શન કરી ધન્યતા અનુભવે છે.


         ➡️ સિદ્ધપુર એટલે સિદ્ધભૂમિ. સિદ્ધક્ષેત્ર , ગુજરાતનું કાશી , અરવડેશ્વરના અવધૂત પૂ . બ્રહ્મલિન દેવશંકર બાપાની ભક્તિભૂમ. ઐતિહાસિક રૂદ્રમહાલય, પાંચ સ્વયંભૂ શિવલિંગ અને અનેકાનેક મંદિર - મહાલય એટલે સિદ્ધપુરની પરખ અને ઓળખ એટલે કાત્યોકનો લોકમેળો. આ દિવસોમાં લોકમાતાના કૂખમાં સરામણનું આગવું મહત્વ રહેલું છે. પૌરાણિક પુષ્ટી મુજબ ચૌદશની રાત્રીએ ૧૨ ક્લાકે મોક્ષપીપળો , સરસ્વતી નદીના તટે, ગંગા, યમુના, સરસ્વતીનો સંગમ થાય છે . આ વિરલ પ્રાસંગિક્તા વચ્ચે લાખો ભાવિકો સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ માટે આવે છે.
        

           ➡️ ઉત્તર ક્રિયા , માતૃતર્પણ , દશા શ્રાદ્ધ , એ કાદશી શ્રાદ્ધ ,અસ્થિવિસર્જન , નારાયણબલિ જેવા અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે . અહીંયા ઊંટ - અશ્વનું બજાર ભરાય છે. મેળામાં શેરડીનો મોટો વેપાર થાય છે . જેથી આ મેળાને શેરડીયો મેળો પણ કહેવામાં આવે છે. ઉત્તર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકોમાં આ મેળો સાચા અર્થમાં સ્નેહ સંબંધ અને સગપણ નો મેળો બની રહે છે.

           ➡️ સિદ્ધપુરના કાત્યોકના મેળામાં મીઠી મધુરી રસઝરતી શેરડીનો સ્વાદ ન માણો તો મેળો અધૂરો ગણાય છે . મેળાની શરૂઆત થતાં જ ભિલોડા , કરજણ , ભરૂચ, પાલેજથી શેરડીની ટ્રકો ઉતરે છે, જેમાં ભિલોડાની લાલ શેરડી. તેમજ રાજપીપળાની પીળી શેરડી વેચાય છે. કહેવાય છે કે, આ પવિત્ર કુંવારીકા નદીમાં પૂનમની રાત્રિએ ગંગા,યમૂનાઅને સરસ્વતીનો બાર વાગ્યા પછી ત્રિવેણી સંગમ થાય છે . જેના પવિત્ર જળનું આચમન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.


સ્ત્રોત - ગુજરાત ના લોકત્સવો અને મેળા નામના પુસ્તકની માહિતી છે.


No comments:

Post a Comment

if you have any doubts please let me know