Thursday, September 30, 2021

નકળંગનો મેળો - ગુજરાતનો ઇતિહાસ

નકળંગનો મેળો



       કોળિયાકમાં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયા  કિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે.


       આજુબાજુની ગામડાઓમાંથી આવતા અસંખ્ય લોક સમુદાયમાં મુખ્યત્વે કોળી પ્રજા વિશેષ જોવા મળે છે . ભાદરવા મહિનાની અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહાત્મ્ય અલૌકિક છે.

        મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતાજી પાસે ગયા . કુંતામાતા સમગ્ર હકીકત જાણીને બોલ્યા કે “તમે હવે હિમાળો ગાળો ” અર્થાત હવે હિમાલયમાં સમાધીષ્ટ થાઓ . માતાની આજ્ઞા પ્રમાણે પાંડવો હિમાલય પહોંચ્યા . પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તેઓને કુળ બંધુઓનો નાશ કરનાર પાપી ગણ્યાં . આથી હિમાલયે તેઓને સમાવવાની ના પાડી. પાંડવોએ હિમાલય પાસેથી બીજે ક્યાં જવું ? તેનો રસ્તો માંગ્યો . પર્વતાધિરાજ હિમાલયની આજ્ઞાથી પાંડવો પોતાના પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈ ચાલી નીકળ્યા. હિમાલયના જણાવ્યા પ્રમાણે જ્યાં આ ધજા સફેદ થઈ જાય ત્યાં તેઓના પાપોનો નાશ થયો તેમ સમજવું . પાંડવો ભ્રમણ કરતાં કરતાં ભાવનગર પાસેના હાથક ગામ પાસે પહોંચ્યા ત્યાં અડધી ધજા સફેદ થઈ ગઈ . પાંડવો સમજી ગયા કે તેઓ યોગ્ય સ્થળે પહોંચ્યા છે . ત્યાંથી તેઓ આગળ કોળીયાક પાસે પહોંચ્યાં જ્યાં અમાસ હોવાથી દરિયો દૂર જતો રહ્યો હતો . ત્યાં પહોંચતા જ આખી ધજા સફેદ થઈ ગઈ . પાંડવોએ ત્યારે દરિયામાં અઢી ત્રણ કિ.મી. ચાલીને નિષ્કલંક મહાદેવને સ્થાપિત કરી તેમની પૂજા કરી નિષ્કલંક  થયા. ત્યાં આજે પણ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ હયાત છે .જ્યાં આજે પણ ભાવનગરના  મહારાજશ્રીના હાથે પૂજન થયેલી સફેદ ધજા જ ચડે છે.

       મંદિર ઉપર ધજા ચડાવવા માટે વહેલી સવારે દરિયામાં હોડીમાં બેસીને જવું પડે છે . સવારે ૯ વાગ્યા પછી દરિયામાં ઓટ આવતા બે - ત્રણ લાક માટે દરિયો મંદિર સુધી જવાનો રસ્તો કરી આપે છે . આ દિવસ દરમિયાન બે વાર આ રીતે દર્શન થઈ શકે છે. 

      કોળીયાકમાં ઋષિ પાંચમે પણ ન્હાવાનું ખૂબ મહાભ્ય છે . ઓટના સમયે દરિયામાં ચાલી સ્નાન કરી , દરિયા વચ્ચે રહેલા નકળંગ મહાદેવને ધૂપ - દીપ અને શ્રીફળ ચઢાવી . પૂજા , કરતો માનવ મહેરામણ આખો . દિવસ દરિયા કિનારે જ રહે છે . ભાદરવો મહિનો પિતૃનો મહિનો હોવાથી આ મેળામાં સાધુ સંતો અને ભુવા પણ હોય છે . મંત્ર - તંત્ર અને ડાકલાના અવાજો પણ સાંભળવા મળે છે . ગુજરાત - ભરમાંથી અને બહારથી પણ લોકો શ્રદ્ધાપૂર્વક અહિં નકળંગ મહાદેવના દર્શનાર્થે આવે છે . આ રીતે નકળંગના મેળાનો રંગ બીજા મેળાઓથી અલગ છે.

◆ સ્ત્રોત : ગુજરાતના લોકત્સવો અને મેળા



મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચેની લિંક ઓપન કરો ⤵️


Join My Whatsapp Group : શિક્ષણદીપ ⤵️




No comments:

Post a Comment

if you have any doubts please let me know