Tuesday, February 25, 2025

મૌલાના અબુલ કલામ આઝાદ

મૌલાના અબુલ કલામ આઝાદ



* સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી  અને આઝાદ ઉપનામથી જાણીતા મૌલાના અબુલ ક્લામનો જન્મ 11 નવેમ્બર  1888 ના રોજ મક્કા (સાઉદી અરેબિયા) ખાતે થયો હતો. 

* તેમનું પૂરું નામ મૌલાના સૈયદ અબુલ ક્લામ ગુલામ મુહિઉદ્દીન અહેમદ આઝાદ હતું. તેમનું મૂળ નામ (જન્મ સમયે) મૌલાના અબુલ કલામ કુનિયત હતું. 

* તેમણે આઝાદ ઉપનામ દેશની સ્વતંત્રતા બાદ ધા૨ણ કર્યુ હતું. તેમણે ઈજીપ્ત ની રાજધાની કૈરો ની અલ – અઝહર યુનીવર્સીટી ખાતેથી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. 

* તેઓ મહાત્મા ગાંધી ના વિચારોથી પ્રભવિત થઇ ને આઝાદીની લડત માં જોડાયા હતા, તેઓ હિંદુ મુસ્લિમ એકતા ૫૨ વિશેષ ભાર મૂકતા હતાં અને ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતાં. 

* તેમણે રાષ્ટ્રીય જાગૃતિ લાવવાના હેતુથી વર્ષ 1912 માં અલ હિલાલ અને અલ બલાથ નામના ઉર્દૂ સાપ્તાહિક શરૂ કર્યા હતાં. તેઓ વર્ષ 1940 માં ભા૨તીય રાષ્ટ્રીય કોંગ્રેસના રામગઢ ખાતે યોજાયેલ અધિવેશનમાં અધ્યક્ષ રહ્યા હતાં. 

* તેમણે ભા ૨તમાં IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી) અને UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) ની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. તેઓ દેશની સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી બન્યા હતાં. 

* તેઓ ઉર્દૂ ભાષાના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર હતાં પરંતુ શિક્ષણમંત્રી બન્યા બાદ તેમણે ઉર્દૂને બદલે અંગ્રેજી ભાષાને મહત્વ આપ્યું હતું. 

* તેઓએ લિસાનુસ્સીદક એટલે કે સત્યની વાણી નામનું પત્ર શરૂ કર્યુ હતું. 

* તેમના સન્માનમાં વર્ષ 1956 થી દર વર્ષે કેન્દ્રીય યુવા અને ૨મત - ગમત મંત્રાલય દ્વારા ભારતની ઉત્કૃષ્ટ યુનિવર્સિટીને મૌલાના અબુલ ક્લામ આઝાદ ટ્રોફી આપવામાં આવે છે. 

* આ ટ્રોફીને MAKA ટ્રોફી પણ કહેવામાં આવે છે. તેમણે લખ્યું હતું કે, કુરાન ખરીદવા જે કાબુલથી પગે ચાલીને કલકત્તા આવ્યો તે અજાણ્યા પઠાણને અર્પણ . 

* તેમણે ભારતની આઝાદી વિશે  ઈન્ડિયા વિન્સ ફ્રીડમ પુસ્તક લખ્યું હતું . 

* તેમને વર્ષ 1992 માં ભારતરત્ન પુરસ્કાર મરણોત્ત૨ પ્રાપ્ત થયો હતો. તેમનું નિધન 22 ફેબ્રુઆરી  1958 ના રોજ દિલ્હી ખાતે થયું હતું.


🔰 Follow For more 👇


✅ WhatsApp Group : 👉 https://shorturl.at/7DTOr


✅ Telegram : 👉 https://t.me/ShikshanDeep


✅ WhatsApp Channel : 👉 https://shorturl.at/2oEgM


✅ Facebook : 👉 https://www.facebook.com/share/15vRR9sitD/


✅ Instagram : 👉 https://shorturl.at/8CFjj

Friday, January 3, 2025

National means cum merit Scholarship Scheme-2024-25

“નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના-૨૦૨૪-૨૫” "National means cum merit Scholarship Scheme-2024-25"




રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા: ૦૧/૦૧/૨૦૨૫ થી તા:૧૧ /૦૧/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ.૧૦૦૦/- લેખે વાર્ષિક રૂ. ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. (રાજ્યનો કુલ ક્વોટા ૫૦૯૭ વિદ્યાર્થીઓ છે.)








           

Wednesday, January 1, 2025

Gujarat Police LRD Physical Test Call Letter 2024-25

Gujarat Police LRD Physical Test Call Letter 2024-25




ગુજરાત પોલીસ LRD શારીરિક કસોટી કોલ લેટર 2024-25

ગુજરાત પોલીસ LRD શારીરિક કસોટી કોલ લેટર 2024-25

LRD લોકરક્ષક શારીરિક કસોટી કૉલ લેટર 2024 :

 

• ભરતી બોર્ડ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
• પોસ્ટનું નામ: PSI, કોન્સ્ટેબલ, જેલ સિપાહી
• ખાલી જગ્યા: 12472
• શ્રેણી: કૉલ લેટર
• LRD શારીરિક કસોટી શરૂ થવાની તારીખ: 08-01-2025
• શારીરિક કસોટીના કૉલ લેટરની શરૂઆતની તારીખ: 01-01-2025

• કૉલ લેટર OJAS સત્તાવાર વેબસાઇટ: https://ojas.gujarat.gov.in/

• LRD સત્તાવાર વેબસાઇટ: https://lrdgujarat2021.in/


◆ LRD શારીરિક કસોટી કૉલ લેટર સૂચના : અહીં ક્લિક કરો

★ કૉલ લેટર : અહીં ક્લિક કરો




Saturday, December 7, 2024

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક Merit list 2024

ઉચ્ચતર માધ્યમિક Meritlist 2024

સરકારી ઉચ્ચતર માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :
https://hgv.gserc.in/HGV/HGVGeneralMerit.aspx


ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક મેરીટ લિસ્ટ ની લિંક :
https://hgr.gserc.in/HGR/HGRGeneralMerit.aspx


સરકારી માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :
https://sgv.gserc.in/SGV/SGVGeneralMerit.aspx


ગ્રાન્ટેડ માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :
https://sgr.gserc.in/SGR/SGRGeneralMerit.aspxaspx

Friday, October 11, 2024

TAT (HS) 2023 પાસ ઉમેદવારો માટે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી 2024

TAT (HS) 2023 પાસ ઉમેદવારો માટે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી 2024




▪️કાયમી ભરતી 
➡️ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 10-10-2024 થી 21-10-2024

▪️ ભરતીની ઓફિસિયલ વેબસાઈટ : OFFICIAL WEBSITE
   

Thursday, October 10, 2024

શિક્ષણ_સહાયક (ધો.૯/૧૦) માઘ્યમિક_ભરતી જાહેર

શિક્ષણ_સહાયક (ધો.૯/૧૦) માઘ્યમિક_ભરતી જાહેર

 



📌 કુલ જગ્યા - 3517

◆સરકારી_શાળાની જગ્યા - 1200
◆ ગ્રાન્ટેડ_શાળાની જગ્યા - 2317





● ગ્રાન્ટેડ શાળામાં ⤵️
ગુજરાતી માધ્યમ - 2258
અંગ્રેજી માધ્યમ - 56
હિન્દી માધ્યમ - 3
કુલ = 2317 જગ્યાઓ

● સરકારી શાળામાં ⤵️
ગુજરાતી માધ્યમ -1196
અંગ્રેજી માધ્યમ -4
કુલ જગ્યા = 1200 

📌 ફોર્મ ભરવાની તારીખ: 24/10/2024 થી15/11/2024 ના રાત્રે ૨૩:૫૯ સુધી


Join Whatsapp Group : Click Here

Monday, August 12, 2024

ચુનીલાલ કાળીદાસ મડિયાની જન્મ જયંતી

ચુનીલાલ કાળીદાસ મડિયાની જન્મ જયંતી


• ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ 12 ઓગસ્ટ 1922 ના રોજ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો.

• તેઓનું ઉપનામ ગ્રામજીવનના સમર્થ સર્જન અને કુલેન્દુ હતું.
• ઉમાશંકર જોશીના પ્રોત્સાહનના માર્ગદર્શનથી પ્રથમ વાર્તાસંગ્રહ ધૂંઘવતાં પૂર આપ્યો.
• તેમની પ્રથમ નવલકથા પાવક જ્વાળા હતી.
• તેમની નવલકથા લીલુડી ધરતી ૫૨ થી ગુજરાતી ફિલ્મ બની છે.
• જે ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ રંગીન ફિલ્મ હતી.
• તેમનું અવસાન 9 ડિસેમ્બર 1968 ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.


◆ સાહિત્યસર્જન ◆

પાવકજવાળા' (૧૯૪૫), 'વ્યાજનો વારસ' (૧૯૪૬), 'ઈંધણ ઓછાં પડ્યાં' (૧૯૫૧), 'વેળા વેળાની છાંયડી' (૧૯૫૬), 'લીલુડી ધરતી'- ભા. ૧-૨ (૧૯૫૭), 'પ્રીતવછોયાં' (૧૯૬૦) 'શેવાળનાં શતદલ' (૧૯૬૦), 'કુમકુમ અને આશકા' (૧૯૬૨), 'સધરા જેસંગનો સાળો'- ભા. ૧-૨ (૧૯૬૨), 'ગ્રહાષ્ટક વત્તા એક' (૧૯૬૫), 'ઇન્દ્રધનુનો આઠમો રંગ' (૧૯૬૭), 'ધધરાના સાળાનો સાળો' (૧૯૬૮), 'આલા ધાધલનું ઝીંઝાવદર' (૧૯૬૮) વગેરે એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.

નવલિકા

'ઘૂઘવતાં પૂર' (૧૯૪૫), 'શરણાઈના સૂર' (૧૯૪૫), 'ગામડું બોલે છે' (૧૯૪૫) 'પદ્મજા' (૧૯૪૭), 'ચંપો અને કેળ' (૧૯૫૦), 'તેજ અને તિમિર' (૧૯૫૨), 'રૂપ-અરૂપ' (૧૯૫૩), 'અંતઃસ્ત્રોતા' (૧૯૫૬), 'જેકબ સર્કલ સાત રસ્તા' (૧૯૫૯), 'ક્ષણાર્ધ' (૧૯૬૨), 'ક્ષત-વિક્ષત' (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે. બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.

નાટક

'હું અને મારી વહુ' (૧૯૪૯), 'રંગદા' (૧૯૫૧), 'વિષયવિમોચન' (૧૯૫૫), 'રક્તતિલક' (૧૯૫૬), 'શૂન્યશેષ' (૧૯૫૭), 'રામલો રોબિહનહૂડ' (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.

કાવ્ય સંગ્રહો

'સૉનેટ' (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે.

સંપાદન

એમનાં સંપાદનોમાં 'મડિયાની હાસ્યકથાઓ', 'મડિયાની ગ્રામકથાઓ', 'મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ', 'શ્રેષ્ઠ એકાંકીઓ', 'નટીશૂન્ય નાટકો', 'નાટ્યમંજરી' અને 'ઉત્તમ એકાંકી' જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. 'શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ' અને 'કાળજાં કોરાણાં' એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો 'આંતરરાષ્ટ્રીય એકાંકીઓ' અને 'કામણગારો કર્નલ' એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.

અન્ય

'ગાંધીજીના ગુરુઓ' (૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તોલ્સ્તોય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. 'વિદ્યાપ્રેમી ફાર્બસ' પણ એમની ચરિત્રપુસ્તિકા છે. 'ચોપાટીના બાંકડેથી' (૧૯૫૯) એ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો 'જયગિરનારી' (૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે. 'વાર્તાવિમર્શ' (૧૯૬૧), 'ગ્રંથગરિમા' (૧૯૬૧), 'શાહમૃગ અને સુવર્ણમૃગ' (૧૯૬૬) અને 'કથાલોક' (૧૯૬૮) એ એમના, કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથો છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય થાય છે. 'નાટક ભજવતાં પહેલાં' (૧૯૫૭), 'ગુજરાતી સાહિત્યમાં ડોકિયું' (૧૯૬૩) એમની પરિચયપુસ્તિકાઓ છે.

પુરસ્કાર

૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. 


સંદર્ભ : વિકિપીડિયા

Tuesday, July 30, 2024

વન રક્ષક (Forest Guard) રિઝલ્ટ જાહેર

વન રક્ષક (Forest Guard) રિઝલ્ટ જાહેર


💥  વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી.

શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી - Click Here

Wednesday, July 3, 2024

રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી

શૈક્ષણિક વર્ષ : 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડરને આખરી ઓપ અપાયો.


આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે.

TET-1 અને TET-2 પાસ સહિતના યુવાઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો ઉદ્દાત અભિગમ.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કરી વિસ્તૃત જાહેરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.

પ્રવક્તા મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

  આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.


Friday, February 2, 2024

Forest Guard Bharti Call Latter

Forest Guard Bharti Call Latter 


● જાહેરાત નંબર : 202223/1 

◆ વનરક્ષક ભરતી  Call Letter Download


Thursday, December 21, 2023

Anganwadi Bharti Merit List 2023 : ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2023

Anganwadi Bharti Merit List 2023 : ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2023

😊 સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) દ્વારા ગુજરાત આજે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરિટ લિસ્ટ આજે રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.