Tuesday, February 25, 2025

મૌલાના અબુલ કલામ આઝાદ

મૌલાના અબુલ કલામ આઝાદ



* સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી  અને આઝાદ ઉપનામથી જાણીતા મૌલાના અબુલ ક્લામનો જન્મ 11 નવેમ્બર  1888 ના રોજ મક્કા (સાઉદી અરેબિયા) ખાતે થયો હતો. 

* તેમનું પૂરું નામ મૌલાના સૈયદ અબુલ ક્લામ ગુલામ મુહિઉદ્દીન અહેમદ આઝાદ હતું. તેમનું મૂળ નામ (જન્મ સમયે) મૌલાના અબુલ કલામ કુનિયત હતું. 

* તેમણે આઝાદ ઉપનામ દેશની સ્વતંત્રતા બાદ ધા૨ણ કર્યુ હતું. તેમણે ઈજીપ્ત ની રાજધાની કૈરો ની અલ – અઝહર યુનીવર્સીટી ખાતેથી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. 

* તેઓ મહાત્મા ગાંધી ના વિચારોથી પ્રભવિત થઇ ને આઝાદીની લડત માં જોડાયા હતા, તેઓ હિંદુ મુસ્લિમ એકતા ૫૨ વિશેષ ભાર મૂકતા હતાં અને ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતાં. 

* તેમણે રાષ્ટ્રીય જાગૃતિ લાવવાના હેતુથી વર્ષ 1912 માં અલ હિલાલ અને અલ બલાથ નામના ઉર્દૂ સાપ્તાહિક શરૂ કર્યા હતાં. તેઓ વર્ષ 1940 માં ભા૨તીય રાષ્ટ્રીય કોંગ્રેસના રામગઢ ખાતે યોજાયેલ અધિવેશનમાં અધ્યક્ષ રહ્યા હતાં. 

* તેમણે ભા ૨તમાં IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી) અને UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) ની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. તેઓ દેશની સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી બન્યા હતાં. 

* તેઓ ઉર્દૂ ભાષાના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર હતાં પરંતુ શિક્ષણમંત્રી બન્યા બાદ તેમણે ઉર્દૂને બદલે અંગ્રેજી ભાષાને મહત્વ આપ્યું હતું. 

* તેઓએ લિસાનુસ્સીદક એટલે કે સત્યની વાણી નામનું પત્ર શરૂ કર્યુ હતું. 

* તેમના સન્માનમાં વર્ષ 1956 થી દર વર્ષે કેન્દ્રીય યુવા અને ૨મત - ગમત મંત્રાલય દ્વારા ભારતની ઉત્કૃષ્ટ યુનિવર્સિટીને મૌલાના અબુલ ક્લામ આઝાદ ટ્રોફી આપવામાં આવે છે. 

* આ ટ્રોફીને MAKA ટ્રોફી પણ કહેવામાં આવે છે. તેમણે લખ્યું હતું કે, કુરાન ખરીદવા જે કાબુલથી પગે ચાલીને કલકત્તા આવ્યો તે અજાણ્યા પઠાણને અર્પણ . 

* તેમણે ભારતની આઝાદી વિશે  ઈન્ડિયા વિન્સ ફ્રીડમ પુસ્તક લખ્યું હતું . 

* તેમને વર્ષ 1992 માં ભારતરત્ન પુરસ્કાર મરણોત્ત૨ પ્રાપ્ત થયો હતો. તેમનું નિધન 22 ફેબ્રુઆરી  1958 ના રોજ દિલ્હી ખાતે થયું હતું.


🔰 Follow For more 👇


✅ WhatsApp Group : 👉 https://shorturl.at/7DTOr


✅ Telegram : 👉 https://t.me/ShikshanDeep


✅ WhatsApp Channel : 👉 https://shorturl.at/2oEgM


✅ Facebook : 👉 https://www.facebook.com/share/15vRR9sitD/


✅ Instagram : 👉 https://shorturl.at/8CFjj