Thursday, August 20, 2020

સર્જક - રાજેન્દ્ર પટેલ

                      ● રાજેન્દ્ર પટેલ ●
    (લેખન સંકલન અને સ્કેચ : 'શિલ્પી' બુરેઠા.  કચ્છ)
                       20 /8/ 2020 
        
રાજેન્દ્ર પટેલ ગુજરાતી સાહિત્યજગતમાં કવિ, લઘુકથા લેખક , સંશોધક અને વિવેચક તરીકે ખૂબ જાણીતા છે.
તેમનો જન્મ 20-8-1958ના રોજ અમદાવાદ ખાતે .પિતાનું નામ ભોગીલાલ અને માતાનું નામ લક્ષ્મીબેન. તેમનું શિક્ષણ1967થી 1974 સુધી દિવાન બલ્લુભાઈ સ્કૂલમાંથી થયું તો રસાયણ વિષયમાં ભવન્સ કૉલેજ અમદાવાદથી વિજ્ઞાન સ્નાતક 1978 થયા. અને સેન્દ્રિય રસાયણશાસ્ત્ર વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સ ગુજરાત યુનિવર્સિટી(1980) થી પૂર્ણ કર્યુ.
    સર્જકે 1974 માં લખવાનું શરૂ કર્યું .કવિ પોતાનીસર્જન યાત્રા વિશે જણાવતાં તેઓ સૌ પ્રથમ  પોતાનાં અભણ માતાને યાદ કરે છે  કે જેઓ અભણ હોવા છતાં દીકરાને વાંચવાનું વાતાવરણ મળે એ હેતુથી પુસ્તક લઈને પાઠ કરવા બેસી જતાં.જયારે બાપુજી એ શરતે નાના-મોટા પ્રવાસ કરાવતા  કે "નિબંધ લખવાનો હોય તો જ પ્રવાસે લઈ જઉં" આમ ઘરમાં થીજ શિક્ષણ સાહિત્યના સંસ્કાર પામ્યા હતા, તો  કવિતાની વાત કરતાં આ સર્જક પોતાના શિક્ષક શ્રી સી. વી. શાહને ભૂલ્યા નથી કેમકે તેમના કારણે જ તેઓ સાહિત્યકાર બની શક્યા છે, યાદ કરતાં કહે છે કે 'દસમા ધોરણમાં  ઘરકામની નોટ માં પંક્તિ પર એમનીનજર પડી અને એ શિક્ષકે વહાલ વરસાવતાં "આ છોકરો મોટો કવિ થશે" ભવિષ્ય ભાખી દીધું હતું . તેમણે કવિતા વાંચવાની, નિરીક્ષણ કરવાની અને ધીરજથી કવિતાઓ લખવાની સલાહ આપેલી અને  ઘરકામ માફ કરી કવિતા લખવાનું  પ્રોત્સાહન આપ્યું જેમના કારણે  આજે કવિતા નામના પ્રદેશમાં  વિહરવાનું બન્યું છે. પિતાજીની  આ શરતને કારણે કારણે  સર્જક  નિબંધ લખતાં લખતાં કવિતા અને વાર્તા લખતા પણ થઈ ગયા હતા, તેમની કૃતિ,'વિશ્વમાનવ' ગુજરાતી ભાષાના સામયિક માં પ્રથમ વખત પ્રકાશિત થઈ. ત્યારબાદ સર્જકની કવિતા કુમાર, કવિલોક, કવિતા ,અને નવનીત સમર્પણ સહિત સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થતી રહી. કવિતા વિશે વધુ જણાવતાં તેઓ કહે છે કે 'કાવ્યસર્જનના અંત કરતા એની પ્રક્રિયામાં તેમને વધુ આનંદ આવે છે. કાવ્યયાત્રાના તમામ રસ્તા પર જે સાંપડે છે એ તેમના માટે મહામૂલું છે." તો નિબંધલેખન  માટે કહે છે કે "ભાવજગત સાથે મનોજગત સાહિત્ય સાથે જ સાચો આનંદ મળી શકે છે જેને તેઓ 'હૃદયના હસ્તાક્ષરની ક્ષણો' ગણે છે . મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી હોઈ પૃથ્થકરણ પ્રક્રિયામાં સહજ રસ પડતો . કૃતિના સિદ્ધાંત અને તેના પરિશીલન થતું ગયું  અને  કૃતિલક્ષી  સિદ્ધાંત નિષ્ટ  અને ઊંડાણ પૂર્વકનું વિવેચન  પણ થતુંરહ્યું, તેમના શબ્દોમાં કહીએ તો વિવેચન એટલે 'કૃતિના સર્જન સમયે એક અરુણોદય થતો હોય તો સાચું વિવેચન એ કદાચ બીજો અરુણોદય સર્જતું હશે. " 
તેઓ સાહિત્યસર્જન સાથે સાથે 2006-09 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદના ખજાનચી તરીકે, 2009-12સાહિત્ય અકાદમી નવી દિલ્હી ખાતે દરમિયાન ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય તરીકે, 2010-11 દરમિયાન ગાંધીનગર 'વાંચે ગુજરાત અભિયાન' સંયુક્ત સચિવ તરીકે ,2010 -13સુધી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના સચિવ તરીકે ,અને 2014થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હાલમાં તેઓ અનુવાદ પ્રતિષ્ઠાનના નિયામક અને અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવના માર્ગદર્શક .માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી છે.

●તેઓના પુસ્તકો નીચે મુજબ છે. 
 
◆ કાવ્યસંગ્રહ
(1)કોષમાં સૂર્યોદય(2004)
(2)શ્રી પુરાંત જણસે ( 2009)(  ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક)
(3) કબુતર પતંગ અને દર્પણ (2012 )
(4)એક શોધપર્વ(2013)
(5) બાપુજીની છત્રી (2014 )
(6)વસ્તુપર્વ (2016 )
 
◆ ટૂંકી વાર્તા
(1)જૂઈની સુગંધ ( ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક  )
(2)અધૂરી શોધ 
(3)અકબંધ આકાશ

◆ વિવેચન
(1)'અવગાહન' (  ગુજરાત સાહિત્ય અકાદમી તૃતીય પારિતોષિક)
(2)અવગત 
(3)મરિતે ચાહિ ના આમિ 
 
◆ નિબંધ
(1) સફળતાનો 
અભિગમ(નિબંધ સંગ્રહ)
(2) સૂરજની અંતરયાત્રા(નિબંધ સંગ્રહ)

◆ સંપાદન
(1) સાંપ્રત ગુજરાતી કવિતા (સાહિત્ય અકાદમી, દિલ્હી )
(2)ભારતીય ટૂંકી વાર્તાઓ ભાગ ૧ અને ૨ (સાહિત્ય અકાદમી દિલ્હી)
 (3)સાહિત્યમાં દરિયો (ગુજરાતી સાહિત્ય પરિષદ ,અમદાવાદ )(4)રવિન્દ્રચર્યા (રવિન્દ્ર ભવન અમદાવાદ
(5) કવિતા અને દર્શન ,ગુજરાત વિશ્વકોશ (અમદાવાદ)
 (6)'ગાંધી' ગુજરાતી કવિતામાં( ગુર્જર પ્રકાશન)
 અનુવાદ

No comments:

Post a Comment

if you have any doubts please let me know