● ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ( 1896 ) ●
◆ જન્મ : ચોટીલા
◆ ઉપનામ : દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
◆ ઝવેરચંદ મેઘાણી ગુજરાતી લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક હતા.
◆ જેઓએ બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને અનુલક્ષીને લખ્યું હતું કે ' છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ'.
◆ તેઓના 'યુગવંદના' કાવ્યસંગ્રહના કારણે ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર' બિરુદ આપ્યું હતું.
◆ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ જાનપદી નવલકથા 'સોરઠ તારા વહેતાં પાણી' આપનાર કવિ છે.
◆ બંગાળીમાં લખાયેલા 'કથાઓ કાહિની'નો 'કુરબાની કથાઓ' નામે અનુવાદ કર્યો હતો.
◆ તેઓ 'કલમ અને કિતાબ' કોલમથી સાહિત્યરસિકોમાં જાણીતા બન્યા હતા.
◆ તેઓ સૌરાષ્ટ્ર, ફૂલછાબ વગેરેમાં તંત્રીપદે કાર્ય કરતા હતા.
◆ તેઓએ જન્મભૂમિ દૈનિકમાં 'કલમ અને કિતાબ' કોલમના સાહિત્યપાયાનું સંપાદન કર્યું હતું.
◆ તેઓએ 'સોરઠી સંતવાણી' નામક સંશોધન પુસ્તક પ્રગટ કર્યું હતું.
◆ બોટાદ કર્મભૂમિ હોવાના કારણે પ્રતિ વર્ષ બોટાદ ખાતે મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે.
◆ તેઓએ 'Same bodys Darling'નો અનુવાદ કોઈનો લાડકવાયો નામથી કર્યો હતો.
◆ તેઓ પોતાને પહાડનું બાળક ગણાવતા.
◆ તેમને 'કસુંબલ રંગનો ગાયક' અને 'લોક સાહિત્ય મત મોરલો' તરીકે ઓળખવામાં આવે છે.
◆ 'સોરઠી સાહિત્યકાર' તરીકે ઓળખાતા સર્જક.
◆ પત્રકાર તરીકે 'સૌરાષ્ટ્રનો સિંહ' તરીકે જાણીતા.
◆ રણજીતરામ સુવર્ણચંદ્રક (1928) અને મોતીસિંહ મહિડા પારિતોષિક સર્વપ્રથમ મેળવનાર સર્જક છે.
■ ઝવેરચંદ મેઘાણીની મહત્વની કૃતિઓ ■
◆ નવલકથા : વસુંધરાના વહાલાં દવલાં, સોરઠ તારા વહેતાં પાણી, વેવિશાળ, તુલસી ક્યારો, સમરાંગણ, નિરંજન, કાળચક્ર, પ્રભુ પધાર્યા, રા'ગંગાજળિયા, ગુજરાતનો જય, સત્યની શોધમાં, બીડેલાં દ્વારો, અપરાધી
◆ કાવ્યસંગ્રહો : યુગવંદના, એકતારો, રવીન્દ્રવીણા, સિંધુડો, વેણીના ફૂલ, કિલ્લોલ, બાપુના પારણાં, સંચયિતા
◆ વાર્તાલેખ : જેલ ઓફિસની બારી, પ્રતિમાઓ, પલકારા, દરિયાધારના બહારવટિયા
◆ નવલિકાસંગ્રહ : મેઘાણીની નવલિકા, વિલોપન
◆ ચરિત્ર કથાઓ : કુરબાનીની કથાઓ
◆ નિબંધ : પરિભ્રમણ
◆ પત્રસાહિત્ય : હું આવું છું
◆ નાટક : રાજારાણી
◆ વિવેચન : ધરતીનું ધાવણ, લોકસાહિત્યનું સમાલોચન, ચારણો અને ચારણી સાહિત્ય, લોકસાહિત્ય, લોકસાહિત્ય પગદંડીનો પથ, સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સોરઠને તીરે તીરે
◆ લોકકથાઓ : સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫, સોરઠી બહારવટિયા ભાગ ૧ થી ૩, સોરઠી સંતો, કંકાવટી, પુરાતન જ્યોત
◆ સંપાદન : રઢિયાળી રાત ૧ થી ૪, ચૂંદડી, ઋતુગીતો, દાદાજીની વાતો, હાલરડાં, ડોશીમાની વાતો, સોરઠની સંતવાણી, સોરઠીયા દુહા
◆ જીવનચરિત્ર : માણસાઈના દીવા ( રવિશંકર મહારાજ ), પરકમ્મા, છેલ્લુ પ્રયાણ, લિ. સ્નેહાધિન ઝવેરચંદ, બે દેશદીપક, ઠક્કરબાપા, મરેલાંના રુધિર, અકબરની યાદમાં, આપણું ઘર, પાંચ વર્ષના પંખીડા, આપણાં ઘરની વધુ વાતો
◆ ગ્રંથ : વેરાનમાં, પરિભ્રમણ, જન્મભૂમિ, કલમ-કિતાબ, સાંબેલાના સૂર
◆ અન્ય કૃતિઓ : એશિયાનું કલંક, હંગેરીનો તારણહાર, મિસરનો મુક્તિ સંગ્રામ, સળગતું આઇલેન્ડ, ધ્વજ-મિલાપ, ભારતનો મહાવીર પડોશી
◆ અન્ય જાણીતી રચનાઓ : શિવજીનું હાલરડું, કસુંબીનો રંગ, છેલ્લો કટોરો, છેલ્લી પ્રાર્થના, તરુણોનું મનોરાજ્ય, સ્વતંત્રતાની મીઠાશ, ફાગણ આયો, સાગરરાણો, ચારણકન્યા, અભિસાર, કોઈનો લાડકવાયો, સૂના સમંદરની પાળે, દૂધવાળો, ઓતરાદા વાયરા ઊઠો, તલવારનો વારસદાર, પરેવાં લ્યો
■ ઝવેરચંદ મેઘાણીની મહત્વની પંક્તિઓ ■
- ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ
- જલકે જલ કે રે માછલી
- લાગ્યો કસુંબીનો રંગ - રાજ મને લાગ્યો કસુંબીનો રંગ !
- અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે ! મેઘાડંબર ગાજે
- નથી જાણ્યું અમારે પંથથી આફત ખડી છે
- આગે કદમ, આગે કદમ, આગે કદમ
- છેલ્લો કટોરો પી જજો બાપુ ! સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ! ( બીજી ગોળમેજી પરિષદમાં જતા સમયે ગાંધીજીને અનુલક્ષીને )
www.shikshandeep.blogspot.com
No comments:
Post a Comment
if you have any doubts please let me know