Wednesday, November 25, 2020

આજનો દિન - શ્રી ગુણવંતરાય આચાર્યની પુણ્યતિથી

Shree Gunvantray Aacharya 



◆ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ નવલકથાકાર અને પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યની પુણ્યતિથી છે.

◆ આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ (૯ સપ્ટેમ્બર ૧૯૦૦ - ૨૫ નવેમ્બર ૧૯૬૫) જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા. તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું.

◆ એમનો જન્મ સોરઠ પ્રાંતમાં જેતલપુરમાં થયો હતો. પિતા સાથે જુદી જુદી જગ્યાએ નોકરીના કારણે ફરવાને લીધે ઐતિહાસિક અને દરિયાઈ કથાઓનો ભરપૂર મસાલો એમને નાની ઉંમરથી જ મળ્યો હતો.

◆  'પ્રજાબંધુ'ના ભેટ પુસ્તક તરીકે એમણે આપેલી 'દરિયાલાલ' નવલકથાએ તેમને કીર્તિની ટોચ પર મુક્યા.

◆ તેમણે શાળાનું શિક્ષણ માંડવી, કચ્છમાં પૂર્ણ કર્યું. બંદરની નજીક હોવાથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલિસ ખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના સંસ્કાર પડયા. કૉલેજનું શિક્ષણ તેમણે એક સત્રથી આગળ વધાર્યું નહીં.

◆ રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા. પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર સાથે પણ સંલગ્ન. મોજમજાહ ફિલ્મ-સાપ્તાહિકના પણ તંત્રી રહેલા. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પુરષ્કૃત. ૨૫ નવેમ્બર ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.

◆ તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જાણીતાં લેખિકાઓ છે.

◆ ૧૯૪૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

◆  તા. ૨૫-૧૧-૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.


www.shikshandeep.blogspot.com

No comments:

Post a Comment

if you have any doubts please let me know