Saturday, December 5, 2020

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ મહારાષ્ટ્રના શિક્ષકને 7 કરોડનો ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ મહારાષ્ટ્રના શિક્ષકને 7 કરોડનો ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો


Divya Bhaskar News




◆ ક્યાં કારણે ઍવોડ મળ્યો ?


કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ભારતમાં QR કોડ ધરાવતા પાઠ્યપુસ્તકની ક્રાંતિને આગળ ધપાવવાના પ્રયાસ બદલ રણજીત સિંહ ડિસલેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વર્ષ 2014માં વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયામાંથી 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા.


Divya Bhaskar News


◆ રણજીતસિંહ ડિસલેના આ નિર્ણયે સૌનું દિલ જીતી લીધું


ગ્લોબલ ટીચર પુરસ્કાર જીતવાની સાથે 7 કરોડ રૂપિયા જીતનાર રણજીત સિંહ ડિસલેએ પોતાની ઇનામી રકમમાંથી 50 ટકા રકમ ફાઈનલમાં પહોંચનાર બાકીના 9 શિક્ષક સાથે વહેંચવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મારફતે અભ્યાસ કરવાનો મોકો મળશે. રણજીત સિંહ ડિસલેના આ નિર્ણયે સૌના દિલ જીતી લીધા છે.


No comments:

Post a Comment

if you have any doubts please let me know