◆ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ ◆
◆ ગુજરાતી સાહિત્ય પરિષદ ◆
◆ ગુજરાતમાં સાહિત્યિકક્ષેત્રે વિકાસ અને પ્રગતિ સાધવાના ધ્યેય સાથે ગુજરાતના સંસ્કાર પુરુષ રણજિતરામ વાવાભાઇના પ્રયત્નોથી ઈ.સ. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી.
◆ આ સંસ્થાનું મુખ્ય હેતુ ગુજરાતી ભાષા-સાહિત્ય, કલા અને સંસ્કૃતિની જાળવણી તથા તેનો વિકાસ કરવાનો છે.
◆ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા.
◆ આ સંસ્થા દ્વારા પ્રતિ વર્ષે 'પરિષદ' અને 'જ્ઞાનસત્ર' યોજવામાં આવે છે.
◆ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર તરીકે 'પરબ' નામનું માસિક પ્રગટ કરવામાં આવે છે.
◆ પરિષદનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં આવેલું છે.
◆ ભારતીય વિદ્યાભવન ◆
◆ આ સંસ્થાની સ્થાપના ૧૯૩૮માં મુંબઈ ખાતે શ્રી કનૈયાલાલ મુનશીએ કરી હતી.
◆ આ સંસ્થા દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળે કોલેજો અને હાઈસ્કૂલોની સ્થાપના કરવામાં આવેલી છે.
◆ આ સંસ્થા સાહિત્ય ઉપરાંત જ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં સંશોધન અને પ્રકાશનનું મહત્વનું કાર્ય કરે છે.
◆ ક્યારેક 'ભારતીય કલાકેન્દ્ર' દ્વારા નાટકો પણ ભજવે છે.
◆ અંગ્રેજીમાં 'ભવન્સ જર્નલ' તથા ગુજરાતીમાં 'નવનીત' ( જે પાછળથી સમર્પણ નામે પ્રગટ થયેલું અને હાલમાં બંધ થયું છે. ) સામયિક તેનાં નોંધપાત્ર સામાયિક પ્રકાશનો ગણાય છે.
No comments:
Post a Comment
if you have any doubts please let me know