Friday, January 27, 2023

26 January - પ્રજાસત્તાક પર્વની ઉજવણી સીતવાડા આદર્શ પ્રાથમિક શાળા

૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ પ્રજાસત્તાક પર્વની ઉજવણી - સીતવાડા આદર્શ પ્રાથમિક શાળા


૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની ઉજવણી સીતવાડા આદર્શ પ્રાથમિક શાળામાં ખૂબ જ ઉલ્લાસભેર રીતે કરવામાં આવી. શાળાના આચાર્ય સાહેબ શ્રી તથા શિક્ષકગણ તેમજ બાળકો અને ગામના વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી તેમજ રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો ગાઈ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દેવામાં આવ્યું. 


'દીકરીની સલામ દેશને નામ' અંતર્ગત ગામની જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલી દીકરીને હાથે ધ્વજવંદન કરાવી શિક્ષિત દીકરીનું સ્થાન અને સમાજમાં તેની પ્રતિષ્ઠા શું હોય શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા સ્વાગતગીત, ડાન્સ, સ્કેટિંગ ડાન્સ, ગરબા, નાટક, અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. જેને નિહાળી બાળકોના વાલીઓ તેમજ ગામના વડીલો અને યુવાન મિત્રો દ્વારા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. 

'ભણેલી દીકરી બે ઘર તારે' એ વાક્યને ચિરતાર્થ કરવા માટે ગામમાં જન્મેલી દિકરીને પ્રોત્સાહન પૂરું પાડવા તેમના માતા પિતાનું ફૂલછડી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને તેમની દીકરીને શિક્ષિત બનાવી શાળા અને સમાજનું ગૌરવ વધે તેવી પ્રતીક્ષા લેવડાવામાં આવી હતી. 

બાળકોનો ઉત્સાહ વધે એ માટે ગામના નવયુવાન મિત્રો દ્વારા બાળકોને નોટબૂકો, ચોપડા, પેન ભેટ આપવામાં આવ્યા હતા. તેમજ  તમામ બાળકોને બિસ્કિટ અને ચોકલેટ આપી એમની ખુશીઓમાં વધારો કર્યો હતો.

આ કાર્યક્રમને અંતે હરેશભાઇ સાહેબ દ્વારા આભારવિધિ કરી સમગ્ર કાર્યક્રમની શોભા વધારી એ બદલ શાળાના બાળકો, તેમના માતા પિતા અને ગામના વડીલો અને યુવાન મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર સમયમાં પણ આવો જ પ્રેમ તેમને મળતો રહે તેવી આશા સાથે આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.