Wednesday, June 23, 2021

BIG BREAKING NEWS Granted Higher Secondary Education Assistant Recruitment 2021

◆ Granted Higher Secondary Education Assistant Recruitment 2021 WAITING LIST Announced

 DOWNLOAD HIGHER WAITING LIST HERE

List of awards currently received

◆ હાલમાં મળેલા એવોર્ડ નું  લિસ્ટ ◆


● કેશુભાઇ પટેલ (મરણોત્તર) - પદ્મભૂષણ

● કવિ દાદ  પદ્મશ્રી 2021

● ચંદ્રકાન્ત મહેતા  પદ્મશ્રી 2021

● મહેશભાઇ અને શ્રી નરેશભાઇ કનોડીયા - પદ્મ શ્રી

● મિસ્કીન  - કવીશ્વર  દલપતરામ એવોર્ડ -2021


◆ સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 ◆


● ગુજરાતી ભાષામાં હરીશ મીનાશ્રુને તેમની કાવ્યરચના બનારસ ડાયરી માટે.

● બાળ સાહિત્ય માં નટવર પટેલ ને ગુજરાતી ભાષાની વાર્તા ભૂરીની અજાયબ સફર  માટે

મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચેની લિંક ઓપન કરો ⤵️

 https://t.me/ShikshanDeep

◆ Join My Whatsapp Group : શિક્ષણદીપ ⤵️

 https://chat.whatsapp.com/34mPS01tAasHNnv80yZxxn

Monday, June 21, 2021

Shamlaji Temple, Aravalli. History of Shamlaji Temple

■ Shamlaji Temple, Aravalli.  History of Shamlaji Temple


◆ શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.

◆ શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. 

◆ જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. 

◆ આ મંદિર હિન્દુ સ્થાપત્યનો નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે.

◆ મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે.

◆ મૂળ મંદિર પાંચસોથી આઠસો વર્ષ ટકેલું અને ત્યારબાદ પંદરમી-સોળમી સદીની ઓળખ આજના મંદિરને મળે છે.

◆ અલબત્ત, ઠાકોરજીની પ્રતિમા સાતમી આઠમી સદીની ગણાય છે. ઉત્તરાભિમુખ છે. તેની જગતીનો ભાગ વિશાળ છે.

◆ મંદિરના તોરણવાળા પ્રવેશદ્વારની સામે જ ગર્ભદ્વાર અને તેની સામે જ દેવમૂર્તિની રચના કરવામાં આવેલી છે. 

◆ જે લગભગ ૧૩૦ સે.મી. જેટલી ઉંચી છે. આ ચતુર્ભૂજ વિષ્ણુપ્રતિમાની સામે ગરુડમૂર્તિ આવેલી છે. 

◆ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ૧. સભાખંડ, ૨. અંતરાલ અને ૩. ગર્ભદ્વાર. 

◆ મંદિરની દિવાલો દેવીદેવતાઓની મૂર્તિઓ, માનવી-પ્રાણીઓ તથા ફૂલવેલની આકૃતિઓના શિલ્પોથી કોતરાયેલી છે.

◆ આ શિલ્પશ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગો ઈન્દ્ર, અજ્ઞિ, વરુણ, શિવ, ગણેશ ઉપરાંત સરસ્વતી, ઈન્દ્રાણી વગેરેની મૂર્તિઓ જોવા મળે છે.

◆ મંદિરનું શિખર ઉપર તરફ જતાં નાનું થતું જાય છે. આ શિખરને ત્રણ ઉરુશૃંગો છે જેના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે.

◆ મંદિરમાંથી મળી આવેલાં તાંબાના પતરા પરના બે લેખો પરથી મંદિરનો જિર્ણોદ્ધાર ૧૭૬૨માં થયાનું જાણ થાય છે.

◆ જેમાં ૧૭૬રમાં ટિંટોઈના ઠાકોરે કરાવેલ જિર્ણોધ્ધારનો ઉલ્લેખ છે.

◆ આ બન્ને શિલાલેખોમાં મંદિર દેવનું નામ ગદાધર ' લખાયેલું છે જે વિષ્ણુ, કૃષ્ણ અને શામળાજીનું મિશ્ર નામ છે.

◆ એક લોક વાયકા અનુસાર પ્રાચીન સમયમાં આ સ્થાન ઉપર આદિવાસીઓ વસવાટ કરતા હતા, ત્યારે આ ક્ષેત્રમાં એક “કરામ્બુજ” નામનું એક વિશાળ તળાવ હતું. 

◆ આ તળાવ સુકાઈ જતા આદિવાસીઓને તેમાં ખેતી કરવા માટેની ઈચ્છા થઇ અને એ આદિવાસીઓમાના એક નવ યુવાન ઉત્સાહિત થઈને હળ લઈ તળાવમાં ખેતી કરવા માટે ઉતરી ગયો. 

◆ તળાવમાં હળથી ખેડતા સમયે હળની નીચે જમીનમાંથી હળની ધાર અડતાં એક આવાજ આવ્યો.

◆ તેને હળને ત્યાં જ રોકી દઈને એ જગ્યા ઉપર વધુ ખોદકામ કર્યું, ખોદકામ કરતા જ તે યુવાન ઉત્સાહમાં આવી ગયો, સાથે અબોધ આદિવાસીઓ પણ ઉત્સાહમાં આવી ગયા, તેમને એ વસ્તુને બહાર કાઢી ત્યારે કાળા રંગની એક મૂર્તિ તેમના હાથમાં લાગી અને એ ટોળામાંથી જ કોઈ બોલ્યું: “આ તો કાળિયા દેવ છે, કાળિયા ઠાકોર છે.” અને એ આદિવાસીઓ આ સાથે જ ખુશીથી ઝૂમી ઉઠ્યા. 

◆ આદિવાસીઓ ત્યારથી પોતાના ઇષ્ટદેવ તરીકે એ મૂર્તિને પૂજે છે અને તેમને “કાળિયા ઠાકોર” તરીકે પણ ઓળખે છે.

◆ ઈડરના રાજા અને ઠાકોરને પણ એ સમયે કાળિયા ઠાકોર તરફ આકર્ષણ જન્મ્યું હતું જેના કારણે તેમને પેલા આદિવાસી યુવકની શોધ કરી અને સને 1860માં આજના શામળાજી મંદિરમાં એ કાળિયા ઠાકોરની મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરી અને પપ્રસ્થાપિત કરી હતી.

◆ ભગવાન શ્રી કૃષ્ણનો રંગ શ્યામ હોવાના કારણે અને મૂર્તિ પણ શ્યામ હોવાના કારણે એ તીર્થ સ્થાનને “શામળાજી” નામ પણ આપવામાં આવ્યું હતું.

◆ એક લોક વાયકા એવી પણ છે કે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારવા માટે ભગવાન શ્રી કૃષ્ણે શામળશા શેઠનું રૂપ ધારણ કર્યું હતું અને નરસિંહ મહેતાની હૂંડી પણ સ્વીકારી હતી જેના કારણે પણ આ સ્થાનકને “શામળાજી” નામ આપવામાં આવ્યું છે.

શામળાજીનો મેળો

◆ શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-૧પ ને દિવસે ભરાય છે. મેળાની શરુઆત દેવઊઠી અગિયારસથી શરુ થાય છે.

◆ આ મેળો ત્રણ અઠવાડિયાં ચાલે છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. 

◆ મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.

◆  મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: 'શામળાજીના મેળે રે રણઝણિયું વાગે !'

Monday, June 14, 2021

SEB: Departmental Exam (Khatakiy Parixa) 2021 Notification.

SEB: Departmental Exam (Khatakiy Parixa) 2021 Notification.

www.shikshandeep.blogspot.com

સોમનાથ મંદિર - Somnath Tempel Gujarat

સોમનાથ
(ભારતમાં આવેલા ૧૨ શિવ જ્યોતિર્લિંગોમાંનું એક)


● સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

નામ ઉત્પત્તિ : દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને "ચંદ્ર તારો ક્ષય થાય." એવો શ્રાપ આપ્યો. આથી કરીને દિન-પ્રતિદિન ચંદ્રની પ્રભા (તેજ- પ્રભાવ) ઘટવા લાગ્યું અને ચંદ્ર આખરે નિસ્તેજ થઇ ગયા. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે 'પ્રભા' પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી.તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે.


ઇતિહાસ : મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૫ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. ૫૦,૦૦૦ હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. એટલું જ નહિ, તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગઝની લઇ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાંની નીચે તેમને દાટી દીધા કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને [અપમાનિત કરીને] મસ્જીદમાં પ્રવેશી શકે. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને ૧૪૫૧માં રા'માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.

સ્વતંત્ર ભારતમાં પુન:નિર્માણ : ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.


◆ ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

આભાર ગુજરાતી વિકિપીડિયા

Sunday, June 13, 2021

મોઢેરાનું સૂર્યમંદિર - Sun Temple Modhera

સૂર્યમંદિર

● સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે.


સ્થાન : મોઢેરા સૂર્ય મંદિર પાટણથી ૩૦ કિમી, મહેસાણાથી ૨૫ કિમી અને અમદાવાદથી ૧૦૬ કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે.

ઇતિહાસ : આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં (વિક્રમ સંવત ૧૦૮૩) કર્યું હતું. તે ૨૩.૬° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.

સ્થાપત્ય : મંદિરનું સ્થાપત્ય મરુગુર્જર શૈલીમાં છે અને ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે : ગર્ભગૃહ (ગભારો) કે જે ગૂઢમંડપ (હૉલ)માં છે, બાહ્ય હૉલ કે જે સભામંડપ કે રંગમંડપ તરીકે ઓળખાય છે, અને પવિત્ર કુંડ. સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ચબૂતરા પર બંધાયેલ છે. તેમનાં શિખરો, ઉપરની છતને બાદ કરતાં, ઘણાં વર્ષો પહેલાં ભાંગી પડેલાં છે. બંનેની છતોનો વ્યાસ ૧૫ ફૂટ ૯ ઇંચ જ છે પણ તે સંપૂર્ણ અલગ અલગ રીતે બંધાયેલી છે.

ગૂઢમંડપ : ગૂઢમંડપ ૫૧ ફૂટ ૯ ઇંચ બાય ૨૫ ફૂટ ૮ ઇંચનું માપ ધરાવે છે અને તે સમાન રીતે બે ભાગ હૉલ અને ગર્ભગૃહમાં વિભાજીત થયેલું છે. બંને લંબચોરસ પ્લાનના છે. ગર્ભગૃહ અંદરથી ૧૧ ફૂટનો ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્ય સંપાત (એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય) વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે; અને દક્ષિણાયણ (વર્ષનો લાંબામાં લાંબો દિવસ) વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે.


સભામંડપ : સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. સભામંડપમાં કુલ ૫૨ કંડારેલા સ્તંભો છે.

કુંડ : પવિત્ર કુંડ, કે જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેની પર ઘણી બધી દેરીઓ આવેલી છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે. અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.

મોઢેરા નૃત્ય મહોત્સવ : કથક નૃત્યાંગના નમ્રતા રાય, મોઢેરા નૃત્ય મહોત્સવ ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે. આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે, જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થતાં હતાં.