Wednesday, September 16, 2020

International Ozone Day - વિશ્વ ઓઝોન દિવસ



● આજે વિશ્વ ઓઝોન દિવસ ●

૧૬ સપ્ટેમ્બર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન તરીકે વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે..સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સપ્ટેમ્બર 1994 માં 16 સપ્ટેમ્બરને 'ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે આંતરરાષ્ટ્રીય ઓઝોન ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે. જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ માનવીય કારણોસર ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઇ રહ્યું છે. એ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે.

Sunday, September 13, 2020

Alaczander Farbas - એલેકઝાન્ડર ફાર્બસ

■ એલેકઝાન્ડર ફાર્બસ ( ઇ.સ. ૧૮૨૧ ) ■


◆ જન્મ : લંડન
◆ ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી 

◆ એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ અંગ્રેજો વતી ગુજરાતીમાં વહીવટ અર્થે આવ્યા હતા પરંતુ ગુજરાતી ભાષા સાથે લગાવ થતાં ફાર્બસ સાહેબ શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ગુજરાતમાં અનેક મહાન કાર્યો કર્યા.

◆ કવિ દલપતરામની મદદથી ફાર્બસ સાહેબે ઇ.સ.૧૮૪૮માં 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરી, જે ત્યારબાદ 'ગુજરાતી વિદ્યાસભા'માં રૂપાંતરિત થઈ. 

◆ગુજરાતના લોકોમાં પ્રિય બનેલા ફાર્બસ સાહેબની સ્મૃતિમાં સાદરામાં તેમના નામની ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના થયેલી છે.

◆ એલેકઝાન્ડર ફાર્બસની મહત્વની કૃતિઓ : રાસમાળા ભાગ 1 અને ભાગ 2

Circular to start 67 government secondary schools - 67 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા પરિપત્ર

◆ Good News ◆


● 67 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા પરિપત્ર


● જાણો ક્યા ક્યા જિલ્લામાં કેટલી શરૂ થશે?


● ક્યા ક્યા ગામમાં શરૂ થશે.


◆ Good News ◆


● Circular to start 67 government secondary schools


● Find out how many will start in which district?


● In which village will it start ?


Click Now 

Saturday, September 12, 2020

TEST NO : 01

 ● આજની ટેસ્ટ સમાન્ય વિજ્ઞાન સ્પેશ્યલ છે. 


લિંક  :  સમાન્ય વિજ્ઞાન

GSSSB Sub Overseer, Asst.Machine Man, Asst.Binder & Asst. Pharmacist Exam Final Answer Key Declared 

GSSSB Sub Overseer, Asst. Machine-man, Asst. Binder & Asst. Pharmacist Exam Final Answer Key Declared 2018-19


Gujarat Gaun Seva Pasandagi Mandal (GSSSB) has published Final Answer key for the post of Sub Overseer, Asst. Machine-man, Asst. Binder & Asst. Pharmacist, Check below for more details.


GSSSB Official Final Answer Key 2020 


 Post :


● Sub Overseer ( Sub-Surveyor ) ( Advt No. : 165/201819 )


● Assistant Machine Man ( Advt No. : 163/201819 )


● Assistant Binder ( Advt No. : 162/201819 )


● Assistant Pharmacist ( Advt No. : 156/201819 )



Final Answer Key

Thursday, September 10, 2020

Gujarati Sahitya Parishad - ગુજરાતી સાહિત્ય પરિષદ અને Bharatiy Vidhyabhavan - ભારતીય વિદ્યાભવન

◆ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ ◆


◆ ગુજરાતી સાહિત્ય પરિષદ ◆



◆ ગુજરાતમાં સાહિત્યિકક્ષેત્રે વિકાસ અને પ્રગતિ સાધવાના ધ્યેય સાથે ગુજરાતના સંસ્કાર પુરુષ રણજિતરામ વાવાભાઇના પ્રયત્નોથી ઈ.સ. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી.

◆ આ સંસ્થાનું મુખ્ય હેતુ ગુજરાતી ભાષા-સાહિત્ય, કલા અને સંસ્કૃતિની જાળવણી તથા તેનો વિકાસ કરવાનો છે.

◆ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. 

◆ આ સંસ્થા દ્વારા પ્રતિ વર્ષે 'પરિષદ' અને 'જ્ઞાનસત્ર' યોજવામાં આવે છે. 

◆ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર તરીકે 'પરબ' નામનું માસિક પ્રગટ કરવામાં આવે છે. 

◆ પરિષદનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં આવેલું છે.


     

◆ ભારતીય વિદ્યાભવન ◆



◆ આ સંસ્થાની સ્થાપના ૧૯૩૮માં મુંબઈ ખાતે શ્રી કનૈયાલાલ મુનશીએ કરી હતી.

◆ આ સંસ્થા દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળે કોલેજો અને હાઈસ્કૂલોની સ્થાપના કરવામાં આવેલી છે.

◆ આ સંસ્થા સાહિત્ય ઉપરાંત જ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં સંશોધન અને પ્રકાશનનું મહત્વનું કાર્ય કરે છે.

◆ ક્યારેક 'ભારતીય કલાકેન્દ્ર' દ્વારા નાટકો પણ ભજવે છે.

◆ અંગ્રેજીમાં 'ભવન્સ જર્નલ' તથા ગુજરાતીમાં 'નવનીત' ( જે પાછળથી સમર્પણ નામે પ્રગટ થયેલું અને હાલમાં બંધ થયું છે. ) સામયિક તેનાં નોંધપાત્ર સામાયિક પ્રકાશનો ગણાય છે.

Wednesday, September 9, 2020

ધો-૯ થી ૧૨ની શાળા ૨૧મીથી ખૂલશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શાળા ખોલવા અંગે માર્ગરેખા જાહેર કરી

Kakasaheb Kalelkar - કાકાસાહેબ કાલેલકર

 ■ ગાંધીયુગ - મોહનયુગ ■


■  કાકાસાહેબ કાલેલકર ( ઇ.સ. ૧૮૮૫ ) ■

◆ જન્મ :  સતારા ( મહારાષ્ટ્ર ) 

◆ મૂળનામ : દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 

◆ ઉપનામ : કાકાસાહેબ 

◆ આત્મકથા : સ્મરણયાત્રા 


◆ તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી.


◆ ગાંધીજી દ્વારા 'સવાઈ ગુજરાતી'નું બિરુદ મેળવનાર. 


◆ જીવનધર્મી સાહિત્યકાર, ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી. 


◆ નદીઓને 'લોકમાતા' કહેનાર સર્જક.


◆ તેઓએ લલિતનિબંધને ઊંચું સ્થાન અપાવ્યું છે. 


◆ ઇ.સ ૧૯૧૨માં હિમાલયનો લગભગ 2200 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો હતો.


◆ તેઓ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં ગાંધીજીને મળ્યા અને કાકાસાહેબે ગૂજરાત વિદ્યાપીઠમાં કુલનાયક તરીકે પણ સેવાઓ આપેલી છે.


◆ વર્ષ ૧૯૬૪માં પદ્મવિભૂષણ ફોટા વાળી ટપાલ ટિકિટ બહાર પાડી હતી.


◆ વર્ષ ૧૯૬૫નું સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક. 


◆ ઇ.સ. ૧૯૬૪માં પદ્મભૂષણનો ઈલ્કાબ મળ્યો.


◆ ઇ.સ.૧૯૨૦થી તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદોના દૈનિક કાર્ય કર્યું હતું.


◆ ઇ.સ. ૧૯૨૨માં ગાંધીજીને જેલ થતા 'નવજીવન'ની જવાબદારી સંભાળી.


◆ ઇ.સ. ૧૯૫૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ બન્યા.


◆ કાકાસાહેબે આપેલો 'હિમાલયનો પ્રવાસ' નિબંધ નિબંધનો શ્રેષ્ઠ પ્રવાસ નિબંધમાં સમાવેશ થાય છે.

Tuesday, September 8, 2020

Kavi Dalpatram - દલપતરામ

 ■  અર્વાચીન યુગ -  સુધારક યુગ -  નર્મદ યુગ ■


■ દલપતરામ ( ઇ.સ. ૧૮૨૦ )

Dalpatram-Gujarati Sahitya



◆ જન્મ :  વઢવાણ

◆  કવિશ્વર, લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ

Kavi Dalpatram

◆  શ્રેષ્ઠ નાટક :  મિથ્યાભિમાન

◆  શ્રેષ્ઠ પાત્ર : જીવરામ ભટ્ટ 


◆ અર્વાચીન યુગના પ્રથમ કવિ.

◆ વિજયરાય વૈદ્યે તેમને સમર્થ કવિ કહ્યા.

◆ નર્મદે તેમને 'ગરબી ભટ્ટ' કહ્યા.

◆ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણપ્રશસ્તિ રચનાર.

◆ અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત કરનાર.

◆ જીવરામભટ્ટ પાત્રને અમર બનાવનાર.

◆ બુદ્ધિપ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી.

◆ ગુજરાતી ભાષાનું પ્રથમ પદ્યસંભાષણ આપનાર.

◆ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂપ સાહિત્યકાર.

◆ અંગ્રેજ સરકારે તેમને કેમ્પિનિયન ઓફ ઈન્ડિયાનો ખિતાબ આપ્યો હતો.

◆ દલપતરામે 'મિથ્યાભિમાન'ને 'ભૂંગળ વિનાની ભવાઈ' કહીને ઓળખાવી.

◆ એલેકઝાન્ડર ફાર્બસ સાહેબએ 26 ડિસેમ્બર 1947ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી જે સંસ્થાની સ્થાપના કરી હતી.જે સંસ્થાની સ્થાપનામાં કવિ દલપતરામે ફારબર્સ સાહેબની મદદ કરી હતી અને ફાર્બસ સાહેબએ દલપતરામને કવિશ્વર નામક બિરુદથી નવાજ્યા હતા.

◆ આગળ જતાં જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું 'ગુજરાત વિદ્યાસભા'માં રૂપાંતર થયું.

◆ 'હડૂલા' નામનો સાહિત્યપ્રકાર તેમણે ખેડયો હતો.


■ગુજરાતી સાહિત્યમાં પ્રથમ બાબતો ■


◆ પ્રથમ કરુણ પ્રશસ્તિ : ફાર્બસ વિરહ 

◆ પ્રથમ કવિતા : બાપાની પીંપર 

◆ પ્રથમ હાસ્ય નાટક : મિથ્યાઅભિમાન 

◆ પ્રથમ અનુવાદિત નાટક : લક્ષ્મી 

◆ પ્રથમ કાવ્યસંગ્રહ : કાવ્યદોહન

◆ પ્રથમ વાર્તાસંગ્રહ : તાર્કિક બોધ 


■ દલપતરામની મહત્વની કૃતિઓ ■ 


◆ તાર્કિક બોધ ( વાર્તા સંગ્રહ ), હોપ વાચનમાળા ( કાવ્યસંગ્રહ ), માંગલિક ગીતાવલી ( ગીતો ), ફાર્બસ વિરહ ( કરુણ પ્રશસ્તિ ), વેનચરિત્ર, કાવ્યદોહન ( ભાગ-૧,૨ ), ભૂતનિબંધ, જ્ઞાતિ નિબંધ, બાળવિવાહ, દલપત પિંગળ ( પિંગળશાસ્ત્ર )

◆  કાવ્ય :  બાપાની પીંપર, ભોળો ભાભો, ભાદરવાનો ભીંડો, ઊંટ અને શિયાળ, માખીનું બચ્ચું, શરણાઈવાળો, કેડેથી નમેલી ડોશી

◆ સંપાદન : શામળ સતસઇ, કથનસપ્તશતી

◆ પદ્યવાર્તા : કમળલોચની, હિરાદંતી 

◆ દીર્ઘકાવ્ય : હરિલીલામૃત, સંપદલક્ષ્મી સંવાદ, હુન્નરખાનની ચડાઈ 

◆ નિબંધ :  પુનર્વિવાહ, દેવજ્ઞદર્પણ 

◆ નાટક : લક્ષ્મી, મિથ્યાભિમાન


■ દલપતરામની મહત્વની પંક્તિઓ ■


- પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી?, સાંબેલુ બજાવે તો હું જાણું કે તું શાણો છે.


- વાણી ગુજરાતી રૂડી, રાણી જાણી જ, હું વજીર તેનો બની, કરું તેનું શુભ કા.


- આવ, ગિરા ગુજરાતી ! તને અતિ શોભિત હું શણગાર સજાવુ, જાણની પાસ વખાણ કરાવુ, ગુણીજનમા તુજ કીર્તિ જગાવું.


- અક્કલ ઉધારે ના મળે, હેત ન કાટ  વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય.


- તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી, ભોજો ભગત તો એમ ભણે, જે ફાગણ મહિને હોળી.


- સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠા રાણી, બંદા બેઠાં માંચીએ ને દુનિયા ડહોળે પાણી. 


- જીવે તો જગમાંહિ, જીવે કવિતા જ્યાં સુધી.


- જ્યાં આદર,  જયાં આવકાર, જ્યાં નૈનામાં નેહ.


- લાભ મળ્યો તેથી લઇ લોભી શેર લાગ્યા સંઘરવા રે.


- માનવ જાતિ માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં.


- અંધેરી નગરી ને ગંડુ રાજા.


- લાખો કીડી પર લાડવો આખો મેલિયો તો મરી જાય.


- મરતા સુધી મટે નહીં.


- સુસંપથી સર્વ વૃદ્ધિ પામે, કુસંપથી  વૈભવી વિત પામે.

Sunday, September 6, 2020

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

નર્મદ સાહિત્યસભા

- ઇ.સ. ૧૯૨૩માં સુરત ખાતે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ, જે પાછળથી ઈ.સ.૧૯૩૯માં નર્મદ સાહિત્યસભા તરીકે ઓળખાઈ.

- આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને નર્મદ ચંદ્રક એનાયત કરે છે.

- પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક જ્યોતીન્દ્ર દવેને અપાયો હતો.

પ્રેમાનંદ સાહિત્યસભા

-  ઇ.સ. ૧૯૧૬ વડોદરા સાહિત્યસભા જે ઇ.સ.૧૯૪૪થી પ્રેમાનંદ સાહિત્યસભા તરીકે ઓળખાય છે.

- આ સંસ્થા વડોદરામાં આવેલી છે.

- તે સાહિત્યનું પ્રકાશન કરે છે.

- ૧૯૮૪થી દર બે વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકની પસંદગી કરી તે 'પ્રેમાનંદ ચંદ્રક' એનાયત કરે છે.

- આ સંસ્થાનો પ્રથમ ચંદ્રક ( મરણોત્તર ) સ્વ. શ્રી અબ્બાસ મરીઝને એનાયત થયો હતો.

Friday, September 4, 2020

સર્જક : હરિવલ્લભ ભાયાણી

■ ગાંધીયુગ - મોહનયુગ ■ 

■ હરિવલ્લભ ભાયાણી ( ઇ.સ. ૧૯૧૭ ) ■
 
◆ જન્મ : મહુવા ( ભાવનગર ) 

◆ ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન.

◆ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ દ્રવિડીયન લિંગવિસ્ટિકસ ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રધ્યાપક તરીકે સેવા આપનાર કવિ છે.

◆ 'કાવ્યપ્રપંચ' બદલ નર્મદ સુવર્ણચંદ્રક અને 'રચના અને સંરચના' કૃતિ બદલ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

■ હરિવલ્લભ ભાયાણી મહત્ત્વની કૃતિઓ ■

◆ વિવેચન :  અનુશીલનો, શોધ અને સ્વાધ્યાય, કાવ્યમાં શબ્દ, કાવ્યકૌતુક 

◆ સંશોધન : વાગ્વ્યાપાર,  ગુજરાતી ભાષાનો કુલક્રમ, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ

◆ સંપાદન : સંદેશક રાસ

◆ અંગ્રેજી : Studies in  Hemachandras Deshinama mala.

https://t.me/ShikshanDeep

Thursday, September 3, 2020

સર્જક : ગાંધીજી

📚 શિક્ષણદીપ 📚

■ ગાંધીયુગ - મોહન યુગ ■
 
■ ગાંધીજી ઈ.સ. ૧૮૬૯ ■

◆ જન્મ : પોરબંદર, ૨ ઓક્ટોબર ૧૮૬૯ 
◆ મૂળ નામ : મોહનદાસ કરમચંદ ગાંધી 
◆ માતા :  પૂતળીબાઈ 
◆ આત્મકથા : સત્યના પ્રયોગો 
◆ નિર્વાણ દિન : ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ શુક્રવાર 

◆ રાષ્ટ્રપિતા તરીકે જાણીતા. 

◆ ઇ.સ. 1920માં ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક.

◆ જોડણીકોશ રચવાનું મહાન કાર્ય કરનાર.

◆ સત્યાગ્રહ આશ્રમ અને સાબરમતી આશ્રમના સ્થાપક.

◆ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓ પૈકીની એક 'સત્યના પ્રયોગો' ( માય એક્સપીરીયન્સ વિથ ટુથ ) આપી.
 

◆ રિચર્ડ એટનબરો દ્વારા ગાંધી ફિલ્મનું સર્જન થયું હતું.

◆ ગાંધીજીએ કહેલું કે 'અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતા આપણને શરમ લાગે છે, તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતા આપણને વધારે શરમ લાગવી જોઈએ.

◆ ગાંધીજીના જીવન પર ટૉલ્સ્ટૉયનો પ્રભાવ હતો.

◆ ગાંધીજીને રંભાએ રામ નામનો મંત્ર આપ્યો હતો.

◆ ગાંધીજીની મહત્વની કૃતિઓ :  સત્યના પ્રયોગો (આત્મકથા), ગીતાબોધ, કેળવણીનો કોયડો. 

◆ લખાણ :  નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ. 

◆ વિચાર ગ્રંથ : હિંદ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિયોગ, મંગલપ્રભાત, વ્યાપક ધર્મભાવના, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ.


https://t.me/ShikshanDeep

Wednesday, September 2, 2020

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

📚 શિક્ષણદીપ 📚

■ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ ■

■ ગુજરાત સાહિત્યસભા ■

◆ ગુજરાતી સાહિત્યસભા જે અગાઉ સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન નામે ઓળખાતી હતી.

◆ આ સંસ્થાની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા એ ૧૮૯૮માં કરી હતી. પાછળથી ૧૯૦૪માં તેનું નામ બદલવામાં આવ્યું હતું.

◆ આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મજયંતી ઊજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે.

◆ આ સંસ્થા પ્રતિવર્ષ ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા કે સંસ્કૃતિના ક્ષેત્રે ઉત્તમ સર્જન માટે તેના આદ્યસ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતાની સ્મૃતિમાં ઈ.સ. ૧૯૨૮થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરાય છે. જે સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને લોકસાહિત્ય સંપાદક તરીકે એનાયત કરાયો હતો. 

◆ આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય અમદાવાદ છે.


https://t.me/ShikshanDeep

Tuesday, September 1, 2020

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

■ ગુજરાત વિદ્યાસભા ■ 

◆ ઇ.સ. 1848માં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે અમદાવાદમાં 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરી હતી, જે સમયાંતરે હવે 'ગુજરાત વિદ્યાસભા' નામે પ્રસિદ્ધ છે.

◆ આ સંસ્થાએ કેળવણી - સાહિત્યના ક્ષેત્રે ઉત્તમોત્તમ પ્રદાન કરેલું છે.

◆ 'વર્તમાન' નામનું સાપ્તાહિક શરૂ કરેલ છે.

◆ 'બુદ્ધિપ્રકાશ' સામયિક ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય સામયિક છે.

◆ સંસ્થાનું કાર્યાલય અમદાવાદ ખાતે આવેલું છે.

સર્જક : કવિ ભાલણ

📚 શિક્ષણદીપ 📚

■ ગુજરાતી સાહિત્ય ■ 

◆ મધ્યકાલીન યુગ - ભક્તિ યુગ - નરસિંહયુગ ◆

◆ ભાલણ - ઇ.સ.૧૪૩૪ ◆

◆ જન્મ : પાટણ 

◆ આખ્યાનનો પિતા.

◆ આખ્યાનને સૌપ્રથમ કડવા બંધ કરનાર કવિ.

◆ તેઓ મુખ્યત્વે આખ્યાનકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા.

◆ સંસ્કૃતમાં જ્ઞાનના કારણે તેઓને પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવતા હતા.

◆ નરસિંહ મહેતા જેવા પદો ભાલણે લખ્યાં છે.

◆ 'ગુર્જર ભાષા' શબ્દ ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ભાલણે પ્રયોજ્યો છે.

◆ ભાલણની 'કાદંબરી' યશોદાયી કૃતિ ગણાય છે.

◆ ભાલણ ની મહત્વની કૃતિઓ : દશમસ્કંધ, રામબાલ ચરિત, નળાખ્યાન, કૃષ્ણવિષ્ટિ,  કાદંબરી (અનુવાદ), મૃગીઆખ્યાન, દુર્વાસા આખ્યાન,  રામ વિવાહ, ધ્રુવાખ્યાન.

◆ભાલણ ની મહત્વ ની પંક્તિઓ :
- વિધાતાએ વધન રચ્યું તવારા સારા ઇન્દ્રનું હરિઉં.
- માહરી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર, પદિ પદ બંધારણ રચાતા થાય અતિ વિસ્તાર.

www.shikshandeep.blogspot.com

https://t.me/ShikshanDeep