● આજે વિશ્વ ઓઝોન દિવસ ●
૧૬ સપ્ટેમ્બર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન તરીકે વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે..સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સપ્ટેમ્બર 1994 માં 16 સપ્ટેમ્બરને 'ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે આંતરરાષ્ટ્રીય ઓઝોન ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે. જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ માનવીય કારણોસર ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઇ રહ્યું છે. એ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે.
No comments:
Post a Comment
if you have any doubts please let me know