Sunday, August 24, 2025

નર્મદશંક૨ લાભશંક૨ દવે | Narmadshankar Labhshankar Dave

નર્મદશંક૨ લાભશંક૨ દવેની જન્મજયંતી


• નર્મદશંક૨ લાભશંક૨ દવેનો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતના આંબલીરાન વિસ્તા૨ માં થયો હતો. તેઓની માતાનું નામ નવદુર્ગા ગૌરી અને તેમની ત્રણ પત્નીઓ હતી. પ્રથમ ગુલાબ, બીજા ડાહીબેન અને ત્રીજા નર્મદા ગૌરી. તેઓનું ઉપનામ પ્રેમશૌર્ય, સમયમૂર્તિ, ર્વાચીન ગદ્યપદ્યનો પિતા, નવયુગનો પ્રહરી (રા.વિ.પાઠક), પ્રાણવંતો પૂર્વજ (સુંદ૨મ), યુગંધ૨, ગધનો પિતા, અર્વાચીનોમાં આદ્ય (ક.મા.મુનશી), નવયુગના નંદી (ઉમાશંક૨ જોશી), ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન ફે૨વી નાંખના૨ (વિશ્વનાથ) , આજીવન યોદ્દો, સુધારાનો સેનાની અને  નિર્ભય પત્રકાર હતા. નર્મદને તેમના મિત્રો લાલજી તરીકે ઓળખતા. નર્મદના શિક્ષક દુર્ગારામ મહેતાજી હતા, જેઓ આરંભના સુધા૨ક હતા. નર્મદમાં સુધારાના બીજ તેની પાસેથી રોપાયા છે. નર્મદના પિતા મુંબઈમાં લહિયાનું કામ કરતા તેથી નર્મદનો મોટાભાગનો અભ્યાસ મુંબઈની એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટ્યુટમાં થયો હતો. નર્મદે 17 વર્ષની ઉંમરે મુંબઈમાં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. તેમણે મહાકાવ્યની રચના માટે વી૨ વૃત્ત છંદની રચના કરી હતી. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા (1923) ચાલે છે જે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન ક૨ના૨ ને નર્મદ સુવર્ણ ચંદ્રક (1939) આપવામાં આવે છે. નર્મદના નામેથી વી૨ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વસિટી, (1965) સુરત ખાતે આવેલ છે. 24 ઓગસ્ટને નર્મદની જન્મજયંતીની યાદમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

● સાહિત્યસર્જન ●
◆ નાટકો :
• કૃષ્ણકુમારી, દ્રોપદી શાસન, સીતાહ૨ણ

◆ કાવ્યસંગ્રહ :
• નર્મકવિતા, ગીતાવલી, હિન્દુઓની પડતી (સુધારાનું બાઈબલ 1500 પંકિતમાં લખાયેલું છે), મેવાડની હકીકત

◆ નિબંધ :
• નર્મગદ્ય (ભાગ-1,2,3), મંડળી મળવાથી થતા લાભ, પુનઃલગ્ન

◆ ઈતિહાસ :
• રાજ્ય રંગ

◆ વ્યાકરણ :
• નર્મવ્યાકરણ

◆ અન્ય સાહિત્ય :
• પિંગળ પ્રવેશ, સ્ત્રીકેળવણી, અલંકાર પ્રવેશ.

◆ નર્મદની કેટલીક કૃતિઓની વિશેષતા ◆
• સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા : મારી હકીકત
• સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોષ : નર્મકોશ
• સૌ પ્રથમ ગુજરાતી નિબંધ : મંડળી મળવાથી થતો લાભ
• સૌ પ્રથમ ગુજરાતી ચરિત્ર : કવિચરિત્ર
• સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું સામયિક : ડાંડીઓ (1864)
• નર્મદની પ્રતિજ્ઞા : કલમ, તારે ખોળે જાઉં છું .
• તેમનું પ્રથમ કાવ્ય : આત્મબોધ

◆ કાવ્ય પંકિતઓ ◆
• જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણ ૫૨ભાત. (રાજયગીત જે પંકિત નર્મકોશ માંથી લેવામાં આવ્યું છે.)
• દાસપણું કયાં સુધી ?
• સહુ ચલો જીતવાને જંગ , બ્યુગલો વાગે,
• યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
વી૨ સત્યને રસિક ટકીપણું,
• અરિપણ ગાશે દિલથી ગાશે દિલથી નવક૨શો કોઈ શોક રસિકડા,  નવક૨શો કોઈ શોક યથાશકિત રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી

By Shala Mitra

No comments:

Post a Comment

if you have any doubts please let me know