Showing posts with label INS_VIKRANT. Show all posts
Showing posts with label INS_VIKRANT. Show all posts

Saturday, September 3, 2022

INS_VIKRANT

● INS_VIKRANT ની ખાસિયતો ●


● ભારત પાસે INS વિક્રાંતના નામથી યુદ્ધજહાજ હતું, જેણે 1965ના ગોવા મુક્તિસંગ્રામ તથા 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારત માટે નિર્ણાયક મનોવૈજ્ઞાનિક ભૂમિકા ભજવી હતી અને વિશ્વના નકશા ઉપર બાંગ્લાદેશ નામનો સ્વતંત્ર દેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

● સંસ્કૃતમાં વિક્રાંતનો મતલબ 'શૂરવીર' કે 'વિજયી' એવો થાય છે. વિક્રાંતના પુરોગામી એચએમએસ હર્ક્યુલસને ગ્રેટ બ્રિટન પાસેથી ખરીદવામાં આવ્યું હતું. મૅજિસ્ટિક શ્રેણીના આ વિમાનવાહક જહાજનું નિર્માણકાર્ય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 1945માં તેને લૉન્ચ કરવામાં આવ્યું હતું. તા. 4 માર્ચ 1961ના તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. સેવામાં સામેલ થયાના માત્ર નવ મહિનામાં INS વિક્રાંતએ તેનું પહેલું અભિયાન હાથ ધર્યું હતું. ડિસેમ્બર 1961માં દીવ-દમણ અને ગોવાને પૉર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા માટે ભારત દ્વારા દરિયાઈ, જમીન તથા હવાઈ એમ ત્રણેય બાજુએથી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારો ઈસવીસન 1510થી પોર્ટુગલને અધીન હતા. જેમાં દરિયાઈ અભિયાનમાં INS વિક્રાંતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોર્ટુગીઝ વિમાનો તેની ઉપર હુમલો ન કરી તે માટે ભારતીય વિમાનોએ હવામાં ચક્કર માર્યા હતા. અંતે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલે શરણાગતિના દસ્તાવેજ ઉપર સહી કરી.

● મેજર જનરલ (નિવૃત્ત) ઇયાન કાર્ડોઝોએ તેમના પુસ્તક 'INS ખૂકરી'ના બીજા પ્રકરણમાં લખે છે કે 1970 આવતાં-આવતાં તેના બૉઇલરમાં લીકેજ અને ક્રૅકની સમસ્યા ઉદ્દભવવા લાગી હતી. બીજી બાજુ, પૂર્વ પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ થઈ હતી, તેના કારણે યુદ્ધ અનિવાર્ય જણાતું હતું.

● તત્કાલીન ઍડમિરલ એસએમ નંદા જાણતા હતા કે INS વિક્રાંતે યુદ્ધ માટે ભૂમિકા ભજવવી પડશે, જો ત્યારે તે સમારકામ હેઠળ હશે તો તેને 'સફેદ હાથી' કહીને વગોવી કાઢવામાં આવશે તથા નૌકાદળની હવાઈ પાંખના ભવિષ્ય ઉપર જોખમ ઊભું થશે. એટલે તેમણે જાતે વિમાનવાહક જહાજમાં રહેલી સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયાસ કર્યા હતા.


● પૂર્વના મોરચે PNS ગાઝી નામની સબમરીનને તેનો શિકાર કરવા માટે મોકલવામાં આવી હતી, પરંતુ INS રાજપૂતના માધ્યમથી થાપ આપવામાં આવી હતી. ઇરાદાપૂર્વક INS રાજપૂત પરથી મોટી સંખ્યામાં સંદેશ તથા ચીજવસ્તુઓના ઑર્ડર આપવામાં આવ્યા અને સતત સંચાર ચાલુ રાખવામાં આવ્યો, જેથી કરીને કોઈ મોટા જહાજની પ્રવૃત્તિઓ ઊભી થાય.

● INS VIKRANT ની લંબાઈ 262 મિટર, પહોળાઈ 62 મિટર તથા ઉંચાઈ 59 મિટર જેટલી છે, જ્યારે પાણીમાં ઊતર્યે તેનું કુલ વજન 45 હજાર ટન હશે. તેના ચાર ગૅસ ટર્બાઇન 88 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરશે.

● જહાજ મહત્તમ 28 નોટિકલ માઇલની (લગભગ 52 કિલોમિટર) ગતિ આપશે. નોટિકલ માઇલ દરિયામાં અંતર માપવાનું એકમ છે, જે એક કિલોમિટર અને 850 મીટર જેટલું થાય. તે સળંગ સાત હજાર 500 નોટિકલ માઇલ અંદાજે 13 હજાર 875 કિલોમિટરનો પ્રવાસ ખેડી શકે છે.