Monday, August 31, 2020

સર્જક : નરસિંહ મહેતા

📚 શિક્ષણદીપ 📚

◆ ગુજરાતી સાહિત્ય ◆ 

◆ મધ્યકાલીન યુગ - ભક્તિ યુગ - નરસિંહયુગ ◆

◆ નરસિંહ મહેતા - ઇ.સ. ૧૪૧૪-૧૪૮૦ ◆
( નરસૈયો - આદ્યકવિ - આદિકવિ - ગુજરાતી ભાષાના પ્રથમ કવિ -  ભક્ત હરિનો )

◆ જન્મ : તળાજા (ભાવનગર)
◆ માતા :  દયાકોર
◆ પિતા :  કૃષ્ણદાસ (પુરુષોત્તમદાસ)
◆ પત્ની :  માણેકબાઈ 
◆ દીકરો : શામળદાસ 
◆ દીકરી :  કુંવરબાઈ 

◆ સૌપ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કરનાર કવિ રાજેન્દ્ર શાહ.

◆ નરસિંહ મહેતા જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ હતા અને જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં જ વસવાટ શરૂ કર્યો હતો.

◆ ભાવનગર જિલ્લાના ગોપનાથ મંદિર માં તપશ્ચર્યાથી શિવજીએ તેઓને કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હોવાનું માનવામાં આવે છે.

◆ નરસિંહ મહેતા સાવ દરિદ્ર હોવા છતાં જુનાગઢના રાજા રા'માંડલિકને ચમત્કારિક ઘટનાઓનો અનુભવ થયો હતો.

◆ નરસિંહ મહેતાના જીવનમાં પુત્ર શામળદાસ ના લગ્ન, પુત્રી કુંવરબાઈનું મામેરુ અને પિતાના શ્રાદ્ધ જેવા પ્રસંગોમાં તેઓને ઈશ્વરીય મદદ મળી હોવાની માન્યતા છે.

◆ તેઓના સમયને 'નરસિંહ યુગ' તરીકે ઓળખવામાં આવે છે.

◆ નરસિંહ મહેતાને  ઉમાશંકર જોશીએ 'ગુજરાતી ભાષાના આદિકવિ' તરીકે ઓળખાવ્યા છે.

◆ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ છે અને તેઓની સ્મૃતિરૂપે પ્રતિવર્ષ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારને વર્ષ ૧૯૯૯થી નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે.

◆ નરસિંહ મહેતાની મહત્વની કૃતિઓ : બાળલીલા, દાણલીલા, રાસલીલા, માનલીલા, કુંવરબાઈનુ મામેરુ, સત્યભામાનું રુસણું, રુકમણી વિવાહ, શૃંગાર માળા, ગોવિંદ ગમન,  કૃષ્ણ જન્મની વધાઈ, ચાતુરીઓ, હિંડોળાનાં પદો, સુદામાચરિત્ર, નૃસિંહવિલાસ, અંતરધાન  સમયના પદ, હૂંડી, શામળદાસનો વિવાહ, શૃંગારમાળા, વસંતનાં પદો,  સુદામાચરિત્ર અને મામેરુ

 ◆ નરસિંહ મહેતાની મહત્વની પંક્તિઓ ◆
 
 - ચાલીયો વાટમાં, જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો.
- અમે મૈયારા રે.
- જાગો રે જશોદાના જાયા.
- કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે.
- જાગને જાદવા
- ભૂતળ ભક્તિ પદારથ.
- સુખદુઃખ મનમાં ન આણીયે
- નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો.
- આજ મારાં નયણાં સફળ થયાં.
- ઊંચી મેડી તે મારા સંતની રે.
- નાગર નંદજીના લાલ.
- મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
- વૈષ્ણવજન તો તેને કહીએ 
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
- આજે વૃંદાવન આનંદસાગર.
- એવા રે અમે એવા રે. 
- જળ કમળ છાંડી જાને બાળા.
- ઘડપણ કોણે મોકલ્યું રે.  
- ભોળી રે ભરવાડ.  
- સખી આજની ઘડી તે રળિયામણી.
- હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે.
- પ્રેમરસ પાને તું, મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે .
- શામળિયો તે ઉરનું ભૂષણ હૃદયા ભીડી રાખું રે.
- જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.

www.shikshandeep.blogspot.com

My Telegram Link ⤵️

https://t.me/ShikshanDeep

Friday, August 28, 2020

સર્જક : ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

● ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ( 1896 ) ●

◆ જન્મ : ચોટીલા
◆ ઉપનામ : દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો 

◆ ઝવેરચંદ મેઘાણી ગુજરાતી લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક હતા.

◆ જેઓએ બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને અનુલક્ષીને લખ્યું હતું કે ' છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ'.

◆ તેઓના 'યુગવંદના' કાવ્યસંગ્રહના કારણે ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર' બિરુદ આપ્યું હતું.

◆ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ જાનપદી નવલકથા 'સોરઠ તારા વહેતાં પાણી' આપનાર કવિ છે.

◆ બંગાળીમાં લખાયેલા 'કથાઓ કાહિની'નો 'કુરબાની કથાઓ' નામે અનુવાદ કર્યો હતો.

◆ તેઓ 'કલમ અને કિતાબ' કોલમથી સાહિત્યરસિકોમાં જાણીતા બન્યા હતા.

◆ તેઓ સૌરાષ્ટ્ર, ફૂલછાબ વગેરેમાં તંત્રીપદે કાર્ય કરતા હતા.

◆ તેઓએ જન્મભૂમિ દૈનિકમાં 'કલમ અને કિતાબ' કોલમના સાહિત્યપાયાનું સંપાદન કર્યું હતું.

◆ તેઓએ 'સોરઠી સંતવાણી' નામક સંશોધન પુસ્તક પ્રગટ કર્યું હતું.

◆ બોટાદ કર્મભૂમિ હોવાના કારણે પ્રતિ વર્ષ બોટાદ ખાતે મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે.

◆ તેઓએ 'Same bodys Darling'નો અનુવાદ કોઈનો લાડકવાયો નામથી કર્યો હતો.

◆ તેઓ પોતાને પહાડનું બાળક ગણાવતા.

◆ તેમને 'કસુંબલ રંગનો ગાયક' અને 'લોક સાહિત્ય મત મોરલો' તરીકે ઓળખવામાં આવે છે.

◆ 'સોરઠી સાહિત્યકાર' તરીકે ઓળખાતા સર્જક.

◆ પત્રકાર તરીકે 'સૌરાષ્ટ્રનો સિંહ' તરીકે જાણીતા.

◆ રણજીતરામ સુવર્ણચંદ્રક (1928) અને મોતીસિંહ મહિડા પારિતોષિક સર્વપ્રથમ મેળવનાર સર્જક છે.

Wednesday, August 26, 2020

સર્જક : હેમચંદ્રાચાર્ય

◆ પ્રારંભિક યુગ - જૈન યુગ - હેમ યુગ ◆

● હેમચંદ્રાચાર્ય ( ઇ.સ. 1089 - 1173 ) ●

👉🏻 જન્મ : ધંધુકા
👉🏻 મૂળનામ : ચાંગદેવ
👉🏻 માતા : પાહિણીદેવી
👉🏻 પિતા : ચાચીંગ કે ચાચ

● દીક્ષા સમયે તેઓનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું પરંતુ સુવર્ણ જેવું તેજસ્વી શરીર હોવાથી અને ચંદ્રમાં જેવું મુખ હોવાના કારણે હેમચંદ્ર તરીકે ઓળખાયા.

● પ્રકાંડ વિદ્વાન આચાર્ય દેવચંદ્રસૂરિ તેમના દિક્ષાગુરુ, શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા. 21 વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્યએ દરેક શાસ્ત્રોનું મંથન કરી લીધું હતું.

● તેઓ સોલંકીવંશના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા. તેમજ હેમચંદ્રાચાર્યએ ખંભાતમાં રાજા કુમારપાળને આશ્રય આપ્યો હતો.

● હેમચંદ્રાચાર્યએ સમસ્ત વ્યાકરણ વાડમેયનું અનુશીલન 'શબ્દાનુશાસન' વ્યાકરણગ્રંથની રચના કરી હતી.

● રાજા સિદ્ધરાજ જયસિંહની ભલામણથી હેમચંદ્રાચાર્ય દ્વારા તૈયાર થયેલા 'સિદ્ધહેમ' ગ્રંથને વાંચીને સિદ્ધરાજ જયસિંહે પાટણમાં હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને મૂકીને શોભાયાત્રા કાઢી હેમચંદ્રાચાર્યનું સન્માન કરેલું.

● તેઓએ અનેક ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરેલી છે.

● હેમચંદ્રાચાર્યનું સમાધિસ્થળ શેત્રુંજય પર્વત ઉપર આવેલું છે.

● તેમને 'ગુજરાતના વિદ્યાચાર્ય', 'કલિકાલ સર્વજ્ઞ' ( સિદ્ધરાજ જયસિંહ દ્વારા અપાયેલું ) અને 'જ્ઞાનસાગર' ઓળખવામાં આવે છે. 

■ તેમની મહત્વની કૃતિઓ ■

1. સિદ્ધહેમશબ્દાનુશાશન 
2. અભિધાન ચિંતામણી 
3. દયાશ્રય ( કલિકાલસર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું )
4. કાવ્યાનુશાશન
5. છંદાનુશાશન 
6. વીતરાગસ્ત્રોત
7. પ્રમાણમીમાંસા 
8. સંસ્કૃત ભાષકોષ

www.shikshandeep.blogspot.com

Tuesday, August 25, 2020

સર્જક : કિશોર વ્યાસ


                      કિશોર વ્યાસ
(લેખન -સંકલન અને સ્કેચ:' 'શિલ્પી' બુરેઠા.કચ્છ)
                      25/8/2020

     ◆ કચ્છ જેમની જન્મભૂમિ છે  હાલ બેંગ્લોરને પોતાની કર્મભૂમિ બનાવીને રહેતા 'કચ્છી માડુ'  કિશોરભાઈ વ્યાસ કવિ ,લેખક અને પત્રકાર તરીકે સક્રિય છે. 
  કવિ શોભિત દેસાઈના શબ્દોમાં કહીએ તો "ચોમેર ઘટાટોપ પથ્થરીયો, શબ્દોનો મેરૂ હોય, ભાષાના નકામા અને અર્થસભર ગંજના ગંજ ખડકાયા હોય અને એ બધાની વચ્ચે  સાવ અલગ વિચારતો જુદું જ જીવતો અને અલગારી આહલેક લગાડીને કવિતાને આત્મસાત કરવામાં રમમાણ સુક્ષ્મ અલમસ્ત જીવ એટલે કિશોર વ્યાસ."
      આ સર્જકનો જન્મ 25/8/1952 ના રોજ સુમરી રોહા ગામે- કવિકલાપીના સાસરિયાના ગામે. કવિ કલાપીએ પરદાદા જીવરાજ વ્યાસને બંધાવી આપેલ ખોરડામાં થયો હતો. કચ્છનું સુમરી રોહા ગામ એ વખતની મોટી જાગીર  હતી અને એમાં તેમનાં પરદાદા કારભારી હતા .જાગીરદારી ગયા પછી પિતાજી દલપતરામ વ્યાસે શિક્ષક તરીકેની સેવા સ્વીકારેલી પિતાજી ની બદલી વખતતોવખત થતાં  પ્રાથમિક શિક્ષણ અલગ-અલગ ગામડાઓમાં થતું ગયું- બાળપણ ઘડાતું ગયું. જીવનનો પહેલો એકડો નખત્રાણા નજીક આવેલ નાગલપુર ગામ માં ઘુંટાયો. માતા નવલબેન રાત્રી શાળા સાડા ચલાવે. રાતે રાત્રીશાળા માં અને સવારે માતા પાણી ભરવા જતાં ત્યારે સર્જક સાથે જતા અને નાનકડી  લાકડી વડે ધૂળિયા રસ્તા પર એકડો -બારાક્ષરી ધૂળમાં  લખતાં લખતાં શીખ્યા. તેમનું માધ્યમિક  શિક્ષણ વી. એલ. હાઈસ્કૂલ નલિયામાં. માંડવી(કચ્છ)કોલેજમાંથી 
તેમણે બી.કોમ કર્યું છે.તો એલ. એલ.બી.નો અભ્યાસ ભુજની ડી. એલ લૉ કૉલેજમાંથી પૂર્ણ કર્યોહતો.
       હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન જ પહેલીવાર ટૂંકીવાર્તા હસ્તલિખિત અંક માટે લખેલી. જે અંકનું વિમોચન પરમ પૂજ્ય.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદા)એ ગુરુપૂર્ણિમાના દિવસે  કરેલું અને સાથે વાર્તાની પ્રશંસા કરેલી .  
       કૉલેજકાળમાં એક નવલિકા સ્પર્ધામાં 'વળાંક' નામની વાર્તા અને પાદપૂર્તિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા ,કૉલેજના વાર્ષિક દિવસે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી યશવંત શુક્લના હસ્તે રજતચંદ્રક પણ મળેલો.
કોલેજના અભ્યાસ દરમ્યાન શિક્ષક તરીકે નોકરી કરી.પછી  ખાનગી બેન્કિંગ ક્ષેત્રે પણ જોડાયા. લૉ નો અભ્યાસ કર્યો હોવા છતાં વકીલાત કરવાનું માંડી વાળ્યું. સંજોગોવસાત મહાનગર મુંબઈમાં સ્થાયી થવાનું બન્યું અને કારકિર્દીની દિશા બદલાઈ ગઈ અને પત્રકારીત્વ જગતમાં પ્રવેશ કર્યો.
       કિશોરભાઈએ મુંબઈથી પ્રસિદ્ધ થતા 'ગુજરાત સમાચાર'માં સક્રિય પત્રકારિત્વ  શરુ કર્યું .ગુજરાત સમાચારમાં 'કચ્છનામા' કોલમ શરુ થઈ જેનો લેખસંગ્રહ 'કચ્છનામા' પુસ્તકરૂપે પ્રગટ કર્યો. ગુજરાત સમાચાર છોડ્યા પછી મુંબઇના મુલુંડ માંથી પ્રકાશિત સાપ્તાહિક ગુર્જર માત ના તંત્રી બન્યા, 'ગુજરાત સમાચાર'ની કારકિર્દી દરમિયાન વિદેશ જઈને ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ લખનાર મુંબઈના ગુજરાતીપત્રકાર આલમમાં તેઓ પહેલા હતા.તદુપરાંત 'ગુજરાત મિત્ર'  ,કચ્છ વાગડ સમાચાર 'મીડ ડે', 'મુંબઇ સમાચાર' વગેરેમાં તેઓ સેવા આપી ચૂક્યા છે જેમાં મુંબઇ સમાચારમાં'થી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ ને બેંગ્લોર સ્થાયી થયા અમેરિકાથી પ્રસિદ્ધ થતા પખવાડિક અખબાર 'રાષ્ટ્રદર્પણ' ના ગુજરાતી વિભાગના તંત્રી પદ દે કાર્યરત છે. 'મિડ ડે'માં સાપ્તાહિક કોલમ અને મુંબઈ સમાચારમાં પખવાડિક કોલમ ચાલુ છે ,કાવ્ય આસ્વાદ કરાવતી તેમની કોલમ 'ઈર્શાદ' યુ.એસ. થી પ્રસિદ્ધ થતા  રાષ્ટ્રદર્પણ' માં કૉલમ દ્વારા પોતાની કલમ પ્રસાદી પીરસતા રહ્યા છે. તેઓ આકાશવાણી ભુજ અને આકાશવાણી મુંબઈ ,મુંબઈ દૂરદર્શન પર કચ્છી વાર્તાઓ અને કાવ્યો પ્રસારિત થયેલાં છે તો ઘણા મુશાયરાઓમાં અને કવિ સમેલનોમાં  પોતાની રચનાઓ રજૂઆત કરી ચૂક્યા છે.અને  સંચાલન પણ કરી ચૂક્યા છે. બેંગ્લોરમાં લોહાણા મહિલા સમાજ દ્વારા ભજવાયેલા તેમના નાટક કીટી -પાર્ટી ને સ્પર્ધામાં ગૌરવભેર વિજેતા સ્થાન મળ્યું છે
       કચ્છી સર્જક કિશોર વ્યાસનું પ્રથમ પુસ્તક 'કચ્છનામા'1997માં પ્રગટ થયું. એ પછી નવલકથા, નવલિકા સંગ્રહ, કાવ્યસંગ્રહ, લેખસંગ્રહ, લઘુનવલ જેવા સાહિત્ય પ્રકાર સાથે નીચે મુજબના પુસ્તકો મળે છે.
(1)(તર્પણ  (નવલિકાસંગ્રહ)
 (2)ઈર્ષાદ (લેખ સંગ્રહ) 
(3)લહેર  (કાવ્ય સંગ્રહ )
(4)('કથા કથન' (લઘુ નવલસંગ્રહ) 
(5)'યાદી ઝરે છે આપની'( નવલકથા-કવિ કલાપીના જન્મથી મૃત્યુ પર્યંત જીવનપર આધારિત ગુજરાતી ભાષામાં કદાચિત્ પ્રથમ નવલકથા. ) 
  (6)'સુરસિંહ તમારી શોભના' (નવલકથા- કલાપીના પ્રિય પાત્ર મોંઘી (શોભના)ના જન્મથી મૃત્યુ પર્યંત જીવન પર આધારિત કદાચિત્ પ્રથમ નવલકથા ) 
(7)'કચ્છી ચૉવક' (લેખ સંગ્રહ) 
એમ સાત પુસ્તકો (બીજી આવૃત્તિ સહિત) એકસાથે પ્રકાશિત થયા છે.
 અને બીજા સાત પુસ્તકો હાલમાં પ્રકાશન પ્રકિયા હેઠળ છે.
તાજેતરમાં ડેલ ટેકનોલોજી ઇન્ડિયા દ્વારા વર્લ્ડ કલ્ચરલ ડે નિમિતે તેઓને વર્ચ્યુલ બુક રીડીંગ માટે આમંત્રિત કરવામાં આવેલ છે.
*એવોર્ડ /પારિતોષિક*
* 'રીયલ હીરો એવોર્ડ' (ડભોઈ જાહેર સમારોહ ખાતે) 
*'કચ્છ શક્તિ એવોર્ડ' કચ્છી નવા વર્ષે મુંબઈના સમારોહમાં)

Monday, August 24, 2020

સર્જક : કવિ નર્મદ


                          કવિ નર્મદ
(સંકલન- cp અને સ્કેચ 'શિલ્પી' બુરેઠા. કચ્છ)
24/8/2020
નામ: નર્મદાશંકર દવે
જન્મ : 24 ઓગષ્ટ – 1833 , સુરત
અવસાન : 25 ફેબ્રુઆરી – 1886, સુરત
કુટુમ્બ : માતા –  નવદુર્ગા ;   પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
પત્ની – પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)
અભ્યાસ
સુરત અને મુંબાઇ
1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.
વ્યવસાય
1858 સુધી શિક્ષણ
1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.
1838 –  પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
1843-44– સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
1845 – મુંબાઇમાં અભ્યાસ
1850– કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘  ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
1856 –  અભ્યાસ અધૂરો મૂકીને  શિક્ષણ વ્યવસાય
પ્રથમ કાવ્ય -આત્મબોધ
તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
1860 – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર
1865 – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ
1860 -66 ઉચ્છેદક  સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી
1864– ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
1865- 75  માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
1875- 85 આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
1876– મુંબાઇમાં આર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો  નિષ્ફળ પ્રયાસ
1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત  સંધિવા થી મૃત્યુ
સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી  લ ઇ દયારામ સુધીના ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર
નવી શૈલીના કવિ
સમાજ સુધારક
‘ જય જય ગરવી ગુજરાત’ ના  સર્જક કવિ
કૃતિઓ

નિબંધ – નર્મગદ્ય
કવિતા – નર્મકવિતા- આઠ ભાગ
કોશ –  નર્મકથાકોશ
વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
આત્મકથા –  મારી હકીકત

(સાભાર....ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; ‘નર્મદ’ – વેબસાઇટ; ગુજરાત સમાચાર)

Thursday, August 20, 2020

સર્જક - રાજેન્દ્ર પટેલ

                      ● રાજેન્દ્ર પટેલ ●
    (લેખન સંકલન અને સ્કેચ : 'શિલ્પી' બુરેઠા.  કચ્છ)
                       20 /8/ 2020 
        
રાજેન્દ્ર પટેલ ગુજરાતી સાહિત્યજગતમાં કવિ, લઘુકથા લેખક , સંશોધક અને વિવેચક તરીકે ખૂબ જાણીતા છે.
તેમનો જન્મ 20-8-1958ના રોજ અમદાવાદ ખાતે .પિતાનું નામ ભોગીલાલ અને માતાનું નામ લક્ષ્મીબેન. તેમનું શિક્ષણ1967થી 1974 સુધી દિવાન બલ્લુભાઈ સ્કૂલમાંથી થયું તો રસાયણ વિષયમાં ભવન્સ કૉલેજ અમદાવાદથી વિજ્ઞાન સ્નાતક 1978 થયા. અને સેન્દ્રિય રસાયણશાસ્ત્ર વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સ ગુજરાત યુનિવર્સિટી(1980) થી પૂર્ણ કર્યુ.
    સર્જકે 1974 માં લખવાનું શરૂ કર્યું .કવિ પોતાનીસર્જન યાત્રા વિશે જણાવતાં તેઓ સૌ પ્રથમ  પોતાનાં અભણ માતાને યાદ કરે છે  કે જેઓ અભણ હોવા છતાં દીકરાને વાંચવાનું વાતાવરણ મળે એ હેતુથી પુસ્તક લઈને પાઠ કરવા બેસી જતાં.જયારે બાપુજી એ શરતે નાના-મોટા પ્રવાસ કરાવતા  કે "નિબંધ લખવાનો હોય તો જ પ્રવાસે લઈ જઉં" આમ ઘરમાં થીજ શિક્ષણ સાહિત્યના સંસ્કાર પામ્યા હતા, તો  કવિતાની વાત કરતાં આ સર્જક પોતાના શિક્ષક શ્રી સી. વી. શાહને ભૂલ્યા નથી કેમકે તેમના કારણે જ તેઓ સાહિત્યકાર બની શક્યા છે, યાદ કરતાં કહે છે કે 'દસમા ધોરણમાં  ઘરકામની નોટ માં પંક્તિ પર એમનીનજર પડી અને એ શિક્ષકે વહાલ વરસાવતાં "આ છોકરો મોટો કવિ થશે" ભવિષ્ય ભાખી દીધું હતું . તેમણે કવિતા વાંચવાની, નિરીક્ષણ કરવાની અને ધીરજથી કવિતાઓ લખવાની સલાહ આપેલી અને  ઘરકામ માફ કરી કવિતા લખવાનું  પ્રોત્સાહન આપ્યું જેમના કારણે  આજે કવિતા નામના પ્રદેશમાં  વિહરવાનું બન્યું છે. પિતાજીની  આ શરતને કારણે કારણે  સર્જક  નિબંધ લખતાં લખતાં કવિતા અને વાર્તા લખતા પણ થઈ ગયા હતા, તેમની કૃતિ,'વિશ્વમાનવ' ગુજરાતી ભાષાના સામયિક માં પ્રથમ વખત પ્રકાશિત થઈ. ત્યારબાદ સર્જકની કવિતા કુમાર, કવિલોક, કવિતા ,અને નવનીત સમર્પણ સહિત સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થતી રહી. કવિતા વિશે વધુ જણાવતાં તેઓ કહે છે કે 'કાવ્યસર્જનના અંત કરતા એની પ્રક્રિયામાં તેમને વધુ આનંદ આવે છે. કાવ્યયાત્રાના તમામ રસ્તા પર જે સાંપડે છે એ તેમના માટે મહામૂલું છે." તો નિબંધલેખન  માટે કહે છે કે "ભાવજગત સાથે મનોજગત સાહિત્ય સાથે જ સાચો આનંદ મળી શકે છે જેને તેઓ 'હૃદયના હસ્તાક્ષરની ક્ષણો' ગણે છે . મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી હોઈ પૃથ્થકરણ પ્રક્રિયામાં સહજ રસ પડતો . કૃતિના સિદ્ધાંત અને તેના પરિશીલન થતું ગયું  અને  કૃતિલક્ષી  સિદ્ધાંત નિષ્ટ  અને ઊંડાણ પૂર્વકનું વિવેચન  પણ થતુંરહ્યું, તેમના શબ્દોમાં કહીએ તો વિવેચન એટલે 'કૃતિના સર્જન સમયે એક અરુણોદય થતો હોય તો સાચું વિવેચન એ કદાચ બીજો અરુણોદય સર્જતું હશે. " 
તેઓ સાહિત્યસર્જન સાથે સાથે 2006-09 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદના ખજાનચી તરીકે, 2009-12સાહિત્ય અકાદમી નવી દિલ્હી ખાતે દરમિયાન ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય તરીકે, 2010-11 દરમિયાન ગાંધીનગર 'વાંચે ગુજરાત અભિયાન' સંયુક્ત સચિવ તરીકે ,2010 -13સુધી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના સચિવ તરીકે ,અને 2014થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હાલમાં તેઓ અનુવાદ પ્રતિષ્ઠાનના નિયામક અને અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવના માર્ગદર્શક .માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી છે.

●તેઓના પુસ્તકો નીચે મુજબ છે. 
 
◆ કાવ્યસંગ્રહ
(1)કોષમાં સૂર્યોદય(2004)
(2)શ્રી પુરાંત જણસે ( 2009)(  ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક)
(3) કબુતર પતંગ અને દર્પણ (2012 )
(4)એક શોધપર્વ(2013)
(5) બાપુજીની છત્રી (2014 )
(6)વસ્તુપર્વ (2016 )
 
◆ ટૂંકી વાર્તા
(1)જૂઈની સુગંધ ( ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક  )
(2)અધૂરી શોધ 
(3)અકબંધ આકાશ

◆ વિવેચન
(1)'અવગાહન' (  ગુજરાત સાહિત્ય અકાદમી તૃતીય પારિતોષિક)
(2)અવગત 
(3)મરિતે ચાહિ ના આમિ 
 
◆ નિબંધ
(1) સફળતાનો 
અભિગમ(નિબંધ સંગ્રહ)
(2) સૂરજની અંતરયાત્રા(નિબંધ સંગ્રહ)

◆ સંપાદન
(1) સાંપ્રત ગુજરાતી કવિતા (સાહિત્ય અકાદમી, દિલ્હી )
(2)ભારતીય ટૂંકી વાર્તાઓ ભાગ ૧ અને ૨ (સાહિત્ય અકાદમી દિલ્હી)
 (3)સાહિત્યમાં દરિયો (ગુજરાતી સાહિત્ય પરિષદ ,અમદાવાદ )(4)રવિન્દ્રચર્યા (રવિન્દ્ર ભવન અમદાવાદ
(5) કવિતા અને દર્શન ,ગુજરાત વિશ્વકોશ (અમદાવાદ)
 (6)'ગાંધી' ગુજરાતી કવિતામાં( ગુર્જર પ્રકાશન)
 અનુવાદ

Wednesday, August 19, 2020

સર્જક : રઈશ મનીઆર

                સર્જક :  રઈશ મનીઆર
       (સંકલન-cp અને સ્કેચ: 'શિલ્પી' બુરેઠા. કચ્છ) 
                          19/8/2020


         ● રઈશ મનીઆરનો જન્મ 19 ઓગસ્ટે 1966ના રોજ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. એમના પિતાજી શાળામાં આચાર્ય હતા. પિતાજીની નોકરીનું સ્થળ બદલાતું રહેતું હોવાથી પ્રાથમિક શાળાનો અભ્યાસ એમણે ભરુચ જિલ્લાની આછોદ કુમારશાળા, આમોદ મોટી અને નાની કુમાર શાળા, અને આમોદ ચામડિયા પ્રાઈમરી સ્કૂલમાં લીધું. માધ્યમિક અભ્યાસ વતન ખાતે કિલ્લા પારડીની ડી. સી. ઓ. સ્કૂલ ખાતે કર્યો. એમનો હાયર સેકંડરી અભ્યાસ સુરતની સેંટ ઝેવિયર્સ શાળામાં સમ્પન્ન થયો. શાળાકાળમાં જ એમની કાવ્યસર્જનની પ્રતિભા શિક્ષકોના ધ્યાનમાં આવી હતી. અગિયાર વર્ષની ઉમરે 1977ના માર્ચ મહિનામાં એમણે પ્રથમ કવિતા લખી હતી. એમની પ્રથમ કવિતા 1981માં ગુજરાત સમાચારના આનંદમેળો વિભાગમાં પ્રકાશિત થઈ હતી. રઈશ મનીઆરને બાળપણમાં શિક્ષક બનવાની મહેચ્છા હતી. પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાથી સંજોગોને અનુસરીને એમણે સુરત મેડીકલ કોલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી જે એમ.બી.બી.એસ (1988) અને એમ.ડી. પિડિયાટ્રીક્સ (1992)નો અભ્યાસ સમ્પન્ન કર્યો.
1990માં એમણે સહાધ્યાયી ડો. અમી પટેલ સાથે લગ્ન કર્યા. તેઓ અત્યારે સુરત રહે છે. યુગલ તરીકે તેઓએ સ્વૈચ્છિક રીતે નિસંતાન રહેવાનું પસંદ કર્યું છે.
રઈશ મનીઆર ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર છે. આ ઉપરાંત તે એક નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. એમના મુખ્ય ગઝલસંગ્રહોમાં કાફિયાનગર (1989), શબ્દ મારા સ્વભાવમાં જ નથી (1998) અને આમ લખવું કરાવે અલખની સફર (2012)નો સમાવેશ થાય છે. ગઝલનું શાસ્ત્ર શીખનારાઓ માટે એમણે બે પુસ્તકો લખ્યા છે; ગઝલ: રૂપ અને રંગ અને ગઝલનું છંદોવિધાન. ઈંડિયન નેશનલ થિયેટરે એમને 2001માં શયદા એવોર્ડ અને 2016માં કલાપી એવોર્ડથી સન્માનિત કર્યા છે અને નર્મદ સાહિત્યસભા તરફથી નર્મદ ચંદ્રક તેઓ મેળવી ચૂક્યા છે.
(સાભાર વિકીપિડિયા) 

● એક રચના માણીએ 

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.