Tuesday, August 25, 2020

સર્જક : કિશોર વ્યાસ


                      કિશોર વ્યાસ
(લેખન -સંકલન અને સ્કેચ:' 'શિલ્પી' બુરેઠા.કચ્છ)
                      25/8/2020

     ◆ કચ્છ જેમની જન્મભૂમિ છે  હાલ બેંગ્લોરને પોતાની કર્મભૂમિ બનાવીને રહેતા 'કચ્છી માડુ'  કિશોરભાઈ વ્યાસ કવિ ,લેખક અને પત્રકાર તરીકે સક્રિય છે. 
  કવિ શોભિત દેસાઈના શબ્દોમાં કહીએ તો "ચોમેર ઘટાટોપ પથ્થરીયો, શબ્દોનો મેરૂ હોય, ભાષાના નકામા અને અર્થસભર ગંજના ગંજ ખડકાયા હોય અને એ બધાની વચ્ચે  સાવ અલગ વિચારતો જુદું જ જીવતો અને અલગારી આહલેક લગાડીને કવિતાને આત્મસાત કરવામાં રમમાણ સુક્ષ્મ અલમસ્ત જીવ એટલે કિશોર વ્યાસ."
      આ સર્જકનો જન્મ 25/8/1952 ના રોજ સુમરી રોહા ગામે- કવિકલાપીના સાસરિયાના ગામે. કવિ કલાપીએ પરદાદા જીવરાજ વ્યાસને બંધાવી આપેલ ખોરડામાં થયો હતો. કચ્છનું સુમરી રોહા ગામ એ વખતની મોટી જાગીર  હતી અને એમાં તેમનાં પરદાદા કારભારી હતા .જાગીરદારી ગયા પછી પિતાજી દલપતરામ વ્યાસે શિક્ષક તરીકેની સેવા સ્વીકારેલી પિતાજી ની બદલી વખતતોવખત થતાં  પ્રાથમિક શિક્ષણ અલગ-અલગ ગામડાઓમાં થતું ગયું- બાળપણ ઘડાતું ગયું. જીવનનો પહેલો એકડો નખત્રાણા નજીક આવેલ નાગલપુર ગામ માં ઘુંટાયો. માતા નવલબેન રાત્રી શાળા સાડા ચલાવે. રાતે રાત્રીશાળા માં અને સવારે માતા પાણી ભરવા જતાં ત્યારે સર્જક સાથે જતા અને નાનકડી  લાકડી વડે ધૂળિયા રસ્તા પર એકડો -બારાક્ષરી ધૂળમાં  લખતાં લખતાં શીખ્યા. તેમનું માધ્યમિક  શિક્ષણ વી. એલ. હાઈસ્કૂલ નલિયામાં. માંડવી(કચ્છ)કોલેજમાંથી 
તેમણે બી.કોમ કર્યું છે.તો એલ. એલ.બી.નો અભ્યાસ ભુજની ડી. એલ લૉ કૉલેજમાંથી પૂર્ણ કર્યોહતો.
       હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન જ પહેલીવાર ટૂંકીવાર્તા હસ્તલિખિત અંક માટે લખેલી. જે અંકનું વિમોચન પરમ પૂજ્ય.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદા)એ ગુરુપૂર્ણિમાના દિવસે  કરેલું અને સાથે વાર્તાની પ્રશંસા કરેલી .  
       કૉલેજકાળમાં એક નવલિકા સ્પર્ધામાં 'વળાંક' નામની વાર્તા અને પાદપૂર્તિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા ,કૉલેજના વાર્ષિક દિવસે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી યશવંત શુક્લના હસ્તે રજતચંદ્રક પણ મળેલો.
કોલેજના અભ્યાસ દરમ્યાન શિક્ષક તરીકે નોકરી કરી.પછી  ખાનગી બેન્કિંગ ક્ષેત્રે પણ જોડાયા. લૉ નો અભ્યાસ કર્યો હોવા છતાં વકીલાત કરવાનું માંડી વાળ્યું. સંજોગોવસાત મહાનગર મુંબઈમાં સ્થાયી થવાનું બન્યું અને કારકિર્દીની દિશા બદલાઈ ગઈ અને પત્રકારીત્વ જગતમાં પ્રવેશ કર્યો.
       કિશોરભાઈએ મુંબઈથી પ્રસિદ્ધ થતા 'ગુજરાત સમાચાર'માં સક્રિય પત્રકારિત્વ  શરુ કર્યું .ગુજરાત સમાચારમાં 'કચ્છનામા' કોલમ શરુ થઈ જેનો લેખસંગ્રહ 'કચ્છનામા' પુસ્તકરૂપે પ્રગટ કર્યો. ગુજરાત સમાચાર છોડ્યા પછી મુંબઇના મુલુંડ માંથી પ્રકાશિત સાપ્તાહિક ગુર્જર માત ના તંત્રી બન્યા, 'ગુજરાત સમાચાર'ની કારકિર્દી દરમિયાન વિદેશ જઈને ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ લખનાર મુંબઈના ગુજરાતીપત્રકાર આલમમાં તેઓ પહેલા હતા.તદુપરાંત 'ગુજરાત મિત્ર'  ,કચ્છ વાગડ સમાચાર 'મીડ ડે', 'મુંબઇ સમાચાર' વગેરેમાં તેઓ સેવા આપી ચૂક્યા છે જેમાં મુંબઇ સમાચારમાં'થી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ ને બેંગ્લોર સ્થાયી થયા અમેરિકાથી પ્રસિદ્ધ થતા પખવાડિક અખબાર 'રાષ્ટ્રદર્પણ' ના ગુજરાતી વિભાગના તંત્રી પદ દે કાર્યરત છે. 'મિડ ડે'માં સાપ્તાહિક કોલમ અને મુંબઈ સમાચારમાં પખવાડિક કોલમ ચાલુ છે ,કાવ્ય આસ્વાદ કરાવતી તેમની કોલમ 'ઈર્શાદ' યુ.એસ. થી પ્રસિદ્ધ થતા  રાષ્ટ્રદર્પણ' માં કૉલમ દ્વારા પોતાની કલમ પ્રસાદી પીરસતા રહ્યા છે. તેઓ આકાશવાણી ભુજ અને આકાશવાણી મુંબઈ ,મુંબઈ દૂરદર્શન પર કચ્છી વાર્તાઓ અને કાવ્યો પ્રસારિત થયેલાં છે તો ઘણા મુશાયરાઓમાં અને કવિ સમેલનોમાં  પોતાની રચનાઓ રજૂઆત કરી ચૂક્યા છે.અને  સંચાલન પણ કરી ચૂક્યા છે. બેંગ્લોરમાં લોહાણા મહિલા સમાજ દ્વારા ભજવાયેલા તેમના નાટક કીટી -પાર્ટી ને સ્પર્ધામાં ગૌરવભેર વિજેતા સ્થાન મળ્યું છે
       કચ્છી સર્જક કિશોર વ્યાસનું પ્રથમ પુસ્તક 'કચ્છનામા'1997માં પ્રગટ થયું. એ પછી નવલકથા, નવલિકા સંગ્રહ, કાવ્યસંગ્રહ, લેખસંગ્રહ, લઘુનવલ જેવા સાહિત્ય પ્રકાર સાથે નીચે મુજબના પુસ્તકો મળે છે.
(1)(તર્પણ  (નવલિકાસંગ્રહ)
 (2)ઈર્ષાદ (લેખ સંગ્રહ) 
(3)લહેર  (કાવ્ય સંગ્રહ )
(4)('કથા કથન' (લઘુ નવલસંગ્રહ) 
(5)'યાદી ઝરે છે આપની'( નવલકથા-કવિ કલાપીના જન્મથી મૃત્યુ પર્યંત જીવનપર આધારિત ગુજરાતી ભાષામાં કદાચિત્ પ્રથમ નવલકથા. ) 
  (6)'સુરસિંહ તમારી શોભના' (નવલકથા- કલાપીના પ્રિય પાત્ર મોંઘી (શોભના)ના જન્મથી મૃત્યુ પર્યંત જીવન પર આધારિત કદાચિત્ પ્રથમ નવલકથા ) 
(7)'કચ્છી ચૉવક' (લેખ સંગ્રહ) 
એમ સાત પુસ્તકો (બીજી આવૃત્તિ સહિત) એકસાથે પ્રકાશિત થયા છે.
 અને બીજા સાત પુસ્તકો હાલમાં પ્રકાશન પ્રકિયા હેઠળ છે.
તાજેતરમાં ડેલ ટેકનોલોજી ઇન્ડિયા દ્વારા વર્લ્ડ કલ્ચરલ ડે નિમિતે તેઓને વર્ચ્યુલ બુક રીડીંગ માટે આમંત્રિત કરવામાં આવેલ છે.
*એવોર્ડ /પારિતોષિક*
* 'રીયલ હીરો એવોર્ડ' (ડભોઈ જાહેર સમારોહ ખાતે) 
*'કચ્છ શક્તિ એવોર્ડ' કચ્છી નવા વર્ષે મુંબઈના સમારોહમાં)

No comments:

Post a Comment

if you have any doubts please let me know