Thursday, April 13, 2023

TET-II Exam Call Letter (2023)

TET-II (2023) કોલલેટર જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2023 ની આવનારી પરીક્ષા માટે કોલલેટર આજથી ડાઉનલોડ થઈ શકશે. તે માટે SEB દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.


પ્રાથમિક શાળા(ધોરણ 6 થી 8)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી- (TET-2)-2023 (Teacher Eligibility Test-II(TET-II-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૨, તા.૦૧/૧૧/૨૦૨૨, તા.૧૩/૧૨/૨૦૨૨, તા.૧૮/૦૩/૨૦૨૩ અને તા.૩૧/૦૩/૨૦૨૩ના જાહેરનામાથી કરેલ સુધારા તથા તા.૦૬/૧૨/૨૦૨૨ અને તા.૩૦/૧૨/૨૦૨૨ના પરીપત્ર થી online આવેદનપત્રો ભરાવેલ હતા. જે અનુસંધાને TET-IIની પરીક્ષા તા:૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજે ૫.૦૦ કલાક સુધી યોજવામાં આવશે.


આ કસોટી માટેની હોલટીકીટ તા:૧૩/૦૪/૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા:૨૩/૦૪/૨૦૨૩ બપોરે ૦૩.૦૦ કલાક સુધી http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

Thursday, April 6, 2023

TET-I (2023) કોલલેટર જાહેર TET 1 Call letter Download.

TET-I (2023) કોલલેટર જાહેર TET 1 Call letter Download.

પ્રાથમિક શાળા(ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી- (TET-1)-2023 (Teacher Eligibility Test-I(TET-I-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા:૧૬/૦૪/૨૦૧૩ (રવિવાર) ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજે ૪.૩૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.



આ કસોટી માટેની હોલટીકીટ તા:૦૬/૦૪/૨૦૨૩ (બપોરના ૦૨.૦૦ કલાક) થી તા:૧૬/૦૪/૨૦૨૩ (બપોરના 03.00 કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.