Tuesday, September 8, 2020

Kavi Dalpatram - દલપતરામ

 ■  અર્વાચીન યુગ -  સુધારક યુગ -  નર્મદ યુગ ■


■ દલપતરામ ( ઇ.સ. ૧૮૨૦ )

Dalpatram-Gujarati Sahitya



◆ જન્મ :  વઢવાણ

◆  કવિશ્વર, લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ

Kavi Dalpatram

◆  શ્રેષ્ઠ નાટક :  મિથ્યાભિમાન

◆  શ્રેષ્ઠ પાત્ર : જીવરામ ભટ્ટ 


◆ અર્વાચીન યુગના પ્રથમ કવિ.

◆ વિજયરાય વૈદ્યે તેમને સમર્થ કવિ કહ્યા.

◆ નર્મદે તેમને 'ગરબી ભટ્ટ' કહ્યા.

◆ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણપ્રશસ્તિ રચનાર.

◆ અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત કરનાર.

◆ જીવરામભટ્ટ પાત્રને અમર બનાવનાર.

◆ બુદ્ધિપ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી.

◆ ગુજરાતી ભાષાનું પ્રથમ પદ્યસંભાષણ આપનાર.

◆ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂપ સાહિત્યકાર.

◆ અંગ્રેજ સરકારે તેમને કેમ્પિનિયન ઓફ ઈન્ડિયાનો ખિતાબ આપ્યો હતો.

◆ દલપતરામે 'મિથ્યાભિમાન'ને 'ભૂંગળ વિનાની ભવાઈ' કહીને ઓળખાવી.

◆ એલેકઝાન્ડર ફાર્બસ સાહેબએ 26 ડિસેમ્બર 1947ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી જે સંસ્થાની સ્થાપના કરી હતી.જે સંસ્થાની સ્થાપનામાં કવિ દલપતરામે ફારબર્સ સાહેબની મદદ કરી હતી અને ફાર્બસ સાહેબએ દલપતરામને કવિશ્વર નામક બિરુદથી નવાજ્યા હતા.

◆ આગળ જતાં જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું 'ગુજરાત વિદ્યાસભા'માં રૂપાંતર થયું.

◆ 'હડૂલા' નામનો સાહિત્યપ્રકાર તેમણે ખેડયો હતો.


■ગુજરાતી સાહિત્યમાં પ્રથમ બાબતો ■


◆ પ્રથમ કરુણ પ્રશસ્તિ : ફાર્બસ વિરહ 

◆ પ્રથમ કવિતા : બાપાની પીંપર 

◆ પ્રથમ હાસ્ય નાટક : મિથ્યાઅભિમાન 

◆ પ્રથમ અનુવાદિત નાટક : લક્ષ્મી 

◆ પ્રથમ કાવ્યસંગ્રહ : કાવ્યદોહન

◆ પ્રથમ વાર્તાસંગ્રહ : તાર્કિક બોધ 


■ દલપતરામની મહત્વની કૃતિઓ ■ 


◆ તાર્કિક બોધ ( વાર્તા સંગ્રહ ), હોપ વાચનમાળા ( કાવ્યસંગ્રહ ), માંગલિક ગીતાવલી ( ગીતો ), ફાર્બસ વિરહ ( કરુણ પ્રશસ્તિ ), વેનચરિત્ર, કાવ્યદોહન ( ભાગ-૧,૨ ), ભૂતનિબંધ, જ્ઞાતિ નિબંધ, બાળવિવાહ, દલપત પિંગળ ( પિંગળશાસ્ત્ર )

◆  કાવ્ય :  બાપાની પીંપર, ભોળો ભાભો, ભાદરવાનો ભીંડો, ઊંટ અને શિયાળ, માખીનું બચ્ચું, શરણાઈવાળો, કેડેથી નમેલી ડોશી

◆ સંપાદન : શામળ સતસઇ, કથનસપ્તશતી

◆ પદ્યવાર્તા : કમળલોચની, હિરાદંતી 

◆ દીર્ઘકાવ્ય : હરિલીલામૃત, સંપદલક્ષ્મી સંવાદ, હુન્નરખાનની ચડાઈ 

◆ નિબંધ :  પુનર્વિવાહ, દેવજ્ઞદર્પણ 

◆ નાટક : લક્ષ્મી, મિથ્યાભિમાન


■ દલપતરામની મહત્વની પંક્તિઓ ■


- પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી?, સાંબેલુ બજાવે તો હું જાણું કે તું શાણો છે.


- વાણી ગુજરાતી રૂડી, રાણી જાણી જ, હું વજીર તેનો બની, કરું તેનું શુભ કા.


- આવ, ગિરા ગુજરાતી ! તને અતિ શોભિત હું શણગાર સજાવુ, જાણની પાસ વખાણ કરાવુ, ગુણીજનમા તુજ કીર્તિ જગાવું.


- અક્કલ ઉધારે ના મળે, હેત ન કાટ  વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય.


- તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી, ભોજો ભગત તો એમ ભણે, જે ફાગણ મહિને હોળી.


- સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠા રાણી, બંદા બેઠાં માંચીએ ને દુનિયા ડહોળે પાણી. 


- જીવે તો જગમાંહિ, જીવે કવિતા જ્યાં સુધી.


- જ્યાં આદર,  જયાં આવકાર, જ્યાં નૈનામાં નેહ.


- લાભ મળ્યો તેથી લઇ લોભી શેર લાગ્યા સંઘરવા રે.


- માનવ જાતિ માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં.


- અંધેરી નગરી ને ગંડુ રાજા.


- લાખો કીડી પર લાડવો આખો મેલિયો તો મરી જાય.


- મરતા સુધી મટે નહીં.


- સુસંપથી સર્વ વૃદ્ધિ પામે, કુસંપથી  વૈભવી વિત પામે.

No comments:

Post a Comment

if you have any doubts please let me know