(સંકલન-cp અને સ્કેચ: 'શિલ્પી' બુરેઠા. કચ્છ)
19/8/2020
● રઈશ મનીઆરનો જન્મ 19 ઓગસ્ટે 1966ના રોજ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. એમના પિતાજી શાળામાં આચાર્ય હતા. પિતાજીની નોકરીનું સ્થળ બદલાતું રહેતું હોવાથી પ્રાથમિક શાળાનો અભ્યાસ એમણે ભરુચ જિલ્લાની આછોદ કુમારશાળા, આમોદ મોટી અને નાની કુમાર શાળા, અને આમોદ ચામડિયા પ્રાઈમરી સ્કૂલમાં લીધું. માધ્યમિક અભ્યાસ વતન ખાતે કિલ્લા પારડીની ડી. સી. ઓ. સ્કૂલ ખાતે કર્યો. એમનો હાયર સેકંડરી અભ્યાસ સુરતની સેંટ ઝેવિયર્સ શાળામાં સમ્પન્ન થયો. શાળાકાળમાં જ એમની કાવ્યસર્જનની પ્રતિભા શિક્ષકોના ધ્યાનમાં આવી હતી. અગિયાર વર્ષની ઉમરે 1977ના માર્ચ મહિનામાં એમણે પ્રથમ કવિતા લખી હતી. એમની પ્રથમ કવિતા 1981માં ગુજરાત સમાચારના આનંદમેળો વિભાગમાં પ્રકાશિત થઈ હતી. રઈશ મનીઆરને બાળપણમાં શિક્ષક બનવાની મહેચ્છા હતી. પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાથી સંજોગોને અનુસરીને એમણે સુરત મેડીકલ કોલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી જે એમ.બી.બી.એસ (1988) અને એમ.ડી. પિડિયાટ્રીક્સ (1992)નો અભ્યાસ સમ્પન્ન કર્યો.
1990માં એમણે સહાધ્યાયી ડો. અમી પટેલ સાથે લગ્ન કર્યા. તેઓ અત્યારે સુરત રહે છે. યુગલ તરીકે તેઓએ સ્વૈચ્છિક રીતે નિસંતાન રહેવાનું પસંદ કર્યું છે.
રઈશ મનીઆર ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર છે. આ ઉપરાંત તે એક નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. એમના મુખ્ય ગઝલસંગ્રહોમાં કાફિયાનગર (1989), શબ્દ મારા સ્વભાવમાં જ નથી (1998) અને આમ લખવું કરાવે અલખની સફર (2012)નો સમાવેશ થાય છે. ગઝલનું શાસ્ત્ર શીખનારાઓ માટે એમણે બે પુસ્તકો લખ્યા છે; ગઝલ: રૂપ અને રંગ અને ગઝલનું છંદોવિધાન. ઈંડિયન નેશનલ થિયેટરે એમને 2001માં શયદા એવોર્ડ અને 2016માં કલાપી એવોર્ડથી સન્માનિત કર્યા છે અને નર્મદ સાહિત્યસભા તરફથી નર્મદ ચંદ્રક તેઓ મેળવી ચૂક્યા છે.
(સાભાર વિકીપિડિયા)
● એક રચના માણીએ
પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
No comments:
Post a Comment
if you have any doubts please let me know