Thursday, September 3, 2020

સર્જક : ગાંધીજી

📚 શિક્ષણદીપ 📚

■ ગાંધીયુગ - મોહન યુગ ■
 
■ ગાંધીજી ઈ.સ. ૧૮૬૯ ■

◆ જન્મ : પોરબંદર, ૨ ઓક્ટોબર ૧૮૬૯ 
◆ મૂળ નામ : મોહનદાસ કરમચંદ ગાંધી 
◆ માતા :  પૂતળીબાઈ 
◆ આત્મકથા : સત્યના પ્રયોગો 
◆ નિર્વાણ દિન : ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ શુક્રવાર 

◆ રાષ્ટ્રપિતા તરીકે જાણીતા. 

◆ ઇ.સ. 1920માં ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક.

◆ જોડણીકોશ રચવાનું મહાન કાર્ય કરનાર.

◆ સત્યાગ્રહ આશ્રમ અને સાબરમતી આશ્રમના સ્થાપક.

◆ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓ પૈકીની એક 'સત્યના પ્રયોગો' ( માય એક્સપીરીયન્સ વિથ ટુથ ) આપી.
 

◆ રિચર્ડ એટનબરો દ્વારા ગાંધી ફિલ્મનું સર્જન થયું હતું.

◆ ગાંધીજીએ કહેલું કે 'અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતા આપણને શરમ લાગે છે, તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતા આપણને વધારે શરમ લાગવી જોઈએ.

◆ ગાંધીજીના જીવન પર ટૉલ્સ્ટૉયનો પ્રભાવ હતો.

◆ ગાંધીજીને રંભાએ રામ નામનો મંત્ર આપ્યો હતો.

◆ ગાંધીજીની મહત્વની કૃતિઓ :  સત્યના પ્રયોગો (આત્મકથા), ગીતાબોધ, કેળવણીનો કોયડો. 

◆ લખાણ :  નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ. 

◆ વિચાર ગ્રંથ : હિંદ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિયોગ, મંગલપ્રભાત, વ્યાપક ધર્મભાવના, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ.


https://t.me/ShikshanDeep

No comments:

Post a Comment

if you have any doubts please let me know