Wednesday, September 2, 2020

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

📚 શિક્ષણદીપ 📚

■ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ ■

■ ગુજરાત સાહિત્યસભા ■

◆ ગુજરાતી સાહિત્યસભા જે અગાઉ સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન નામે ઓળખાતી હતી.

◆ આ સંસ્થાની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા એ ૧૮૯૮માં કરી હતી. પાછળથી ૧૯૦૪માં તેનું નામ બદલવામાં આવ્યું હતું.

◆ આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મજયંતી ઊજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે.

◆ આ સંસ્થા પ્રતિવર્ષ ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા કે સંસ્કૃતિના ક્ષેત્રે ઉત્તમ સર્જન માટે તેના આદ્યસ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતાની સ્મૃતિમાં ઈ.સ. ૧૯૨૮થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરાય છે. જે સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને લોકસાહિત્ય સંપાદક તરીકે એનાયત કરાયો હતો. 

◆ આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય અમદાવાદ છે.


https://t.me/ShikshanDeep

No comments:

Post a Comment

if you have any doubts please let me know