Monday, June 21, 2021

Shamlaji Temple, Aravalli. History of Shamlaji Temple

■ Shamlaji Temple, Aravalli.  History of Shamlaji Temple


◆ શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.

◆ શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. 

◆ જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. 

◆ આ મંદિર હિન્દુ સ્થાપત્યનો નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે.

◆ મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે.

◆ મૂળ મંદિર પાંચસોથી આઠસો વર્ષ ટકેલું અને ત્યારબાદ પંદરમી-સોળમી સદીની ઓળખ આજના મંદિરને મળે છે.

◆ અલબત્ત, ઠાકોરજીની પ્રતિમા સાતમી આઠમી સદીની ગણાય છે. ઉત્તરાભિમુખ છે. તેની જગતીનો ભાગ વિશાળ છે.

◆ મંદિરના તોરણવાળા પ્રવેશદ્વારની સામે જ ગર્ભદ્વાર અને તેની સામે જ દેવમૂર્તિની રચના કરવામાં આવેલી છે. 

◆ જે લગભગ ૧૩૦ સે.મી. જેટલી ઉંચી છે. આ ચતુર્ભૂજ વિષ્ણુપ્રતિમાની સામે ગરુડમૂર્તિ આવેલી છે. 

◆ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ૧. સભાખંડ, ૨. અંતરાલ અને ૩. ગર્ભદ્વાર. 

◆ મંદિરની દિવાલો દેવીદેવતાઓની મૂર્તિઓ, માનવી-પ્રાણીઓ તથા ફૂલવેલની આકૃતિઓના શિલ્પોથી કોતરાયેલી છે.

◆ આ શિલ્પશ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગો ઈન્દ્ર, અજ્ઞિ, વરુણ, શિવ, ગણેશ ઉપરાંત સરસ્વતી, ઈન્દ્રાણી વગેરેની મૂર્તિઓ જોવા મળે છે.

◆ મંદિરનું શિખર ઉપર તરફ જતાં નાનું થતું જાય છે. આ શિખરને ત્રણ ઉરુશૃંગો છે જેના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે.

◆ મંદિરમાંથી મળી આવેલાં તાંબાના પતરા પરના બે લેખો પરથી મંદિરનો જિર્ણોદ્ધાર ૧૭૬૨માં થયાનું જાણ થાય છે.

◆ જેમાં ૧૭૬રમાં ટિંટોઈના ઠાકોરે કરાવેલ જિર્ણોધ્ધારનો ઉલ્લેખ છે.

◆ આ બન્ને શિલાલેખોમાં મંદિર દેવનું નામ ગદાધર ' લખાયેલું છે જે વિષ્ણુ, કૃષ્ણ અને શામળાજીનું મિશ્ર નામ છે.

◆ એક લોક વાયકા અનુસાર પ્રાચીન સમયમાં આ સ્થાન ઉપર આદિવાસીઓ વસવાટ કરતા હતા, ત્યારે આ ક્ષેત્રમાં એક “કરામ્બુજ” નામનું એક વિશાળ તળાવ હતું. 

◆ આ તળાવ સુકાઈ જતા આદિવાસીઓને તેમાં ખેતી કરવા માટેની ઈચ્છા થઇ અને એ આદિવાસીઓમાના એક નવ યુવાન ઉત્સાહિત થઈને હળ લઈ તળાવમાં ખેતી કરવા માટે ઉતરી ગયો. 

◆ તળાવમાં હળથી ખેડતા સમયે હળની નીચે જમીનમાંથી હળની ધાર અડતાં એક આવાજ આવ્યો.

◆ તેને હળને ત્યાં જ રોકી દઈને એ જગ્યા ઉપર વધુ ખોદકામ કર્યું, ખોદકામ કરતા જ તે યુવાન ઉત્સાહમાં આવી ગયો, સાથે અબોધ આદિવાસીઓ પણ ઉત્સાહમાં આવી ગયા, તેમને એ વસ્તુને બહાર કાઢી ત્યારે કાળા રંગની એક મૂર્તિ તેમના હાથમાં લાગી અને એ ટોળામાંથી જ કોઈ બોલ્યું: “આ તો કાળિયા દેવ છે, કાળિયા ઠાકોર છે.” અને એ આદિવાસીઓ આ સાથે જ ખુશીથી ઝૂમી ઉઠ્યા. 

◆ આદિવાસીઓ ત્યારથી પોતાના ઇષ્ટદેવ તરીકે એ મૂર્તિને પૂજે છે અને તેમને “કાળિયા ઠાકોર” તરીકે પણ ઓળખે છે.

◆ ઈડરના રાજા અને ઠાકોરને પણ એ સમયે કાળિયા ઠાકોર તરફ આકર્ષણ જન્મ્યું હતું જેના કારણે તેમને પેલા આદિવાસી યુવકની શોધ કરી અને સને 1860માં આજના શામળાજી મંદિરમાં એ કાળિયા ઠાકોરની મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરી અને પપ્રસ્થાપિત કરી હતી.

◆ ભગવાન શ્રી કૃષ્ણનો રંગ શ્યામ હોવાના કારણે અને મૂર્તિ પણ શ્યામ હોવાના કારણે એ તીર્થ સ્થાનને “શામળાજી” નામ પણ આપવામાં આવ્યું હતું.

◆ એક લોક વાયકા એવી પણ છે કે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારવા માટે ભગવાન શ્રી કૃષ્ણે શામળશા શેઠનું રૂપ ધારણ કર્યું હતું અને નરસિંહ મહેતાની હૂંડી પણ સ્વીકારી હતી જેના કારણે પણ આ સ્થાનકને “શામળાજી” નામ આપવામાં આવ્યું છે.

શામળાજીનો મેળો

◆ શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-૧પ ને દિવસે ભરાય છે. મેળાની શરુઆત દેવઊઠી અગિયારસથી શરુ થાય છે.

◆ આ મેળો ત્રણ અઠવાડિયાં ચાલે છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. 

◆ મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.

◆  મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: 'શામળાજીના મેળે રે રણઝણિયું વાગે !'

No comments:

Post a Comment

if you have any doubts please let me know