Saturday, October 2, 2021

ચિત્ર-વિચિત્રનો મેળો - ગુજરાતનો ઇતિહાસ


ચિત્ર - વિચિત્રનો મેળો



        🔹ચિત્ર વિચિત્રનો મેળો હોળી પછીના ચૌદમાં દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાસેના ગુંભખેરી ( ગુણભાખરી ) ગામમાં નદી કિનારે ભરાય છે. આસપાસના વિસ્તારોમાંથી ભીલ જનજાતિના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળો માણવા માટે આવે છે.

      🔹ગરાસિયા અને ભીલ આદિવાસીઓ તેમના પરંપરાગત પોશાકમાં રંગીન કપડા , પુરુષોનો પોશાક સામાન્ય રીતે એક આસમાની રંગનું શર્ટ , ધોતી અને લાલ અથવા ભગવા રંગની પાઘડી આવેલ હોય છે . સ્ત્રીઓના ઘાઘરા ડોન શૈલીમાં જે 20 ગજ જેટલું લાબું હોય છે તે સાંસ્કૃતિક વારસાના પ્રતીકરૂપ છે.

        🔹આ મેળા દરમિયાન 37 જુદી - જુદી આદિવાસી સમુદાયના લોકો પોતાના ભેદભાવ ભૂલીને એક પરિવાર બનીને આ મેળો ઉજવે છે . આ મેળાને આદિવાસીઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
      
         🔹પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે ,હસ્તિનાપુર ( આજનું દિલ્હી ) ના શાસનકર્તા શાંતનુને બે પુત્રો હતા . ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય , જે તેઓની માતા સત્યવતી ( જે મત્સ્યગંધા તરીકે પણ જાણીતા હતા ) અને રાજા શાંતનુના જ્યેષ્ઠપુત્ર દેવવ્રત ( મહાભારતના ભિષ્મ ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા. પરંતુ પોતાની ભૂલ સમજતા ખૂબ પસ્તાવો થયો.ત્યારબાદ તેઓ તેમના આ પાપના નિવારણ માટે તેમના ગુરુ પાસે ગયા હતા અને તેમને ઉપાય પૂછ્યો હતો. જેમાં ગુરુએ કુંવારી ભૂમિ હોય ત્રિવેણી સંગમ હોય અને પારસ પીપળો હોય ત્યાં જઈને તેઓએ અગ્નિસ્નાન કરવું તેમ જણાવ્યું હતું.

      🔹જેથી ચિત્ર અને વિચિત્ર એ પુરું ભારત વર્ષ ભ્રમણ કરી અને શોધખોળ બાદ પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે આવ્યા હતા. જ્યાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના કર્યા બાદ બંને ભાઈ આ જગ્યાએ અગ્નિસ્નાન કર્યું હતું.

       🔹અગ્નિસ્નાન કરતા પહેલા તેમને મદદ કરનાર લોકોને વરદાન માંગવા કહ્યું હતું. જેથી હાલ આ જગ્યાની નજીક આવેલ મતરવાડા  અને વીંછી   ગામના વનવાસીઓએ પાણીની માંગ કરી હતી. જે આધારે આજે પણ કપરા વર્ષોમાં પણ આ બંને ગામોમાં પાણી ખૂટતું નથી.

      🔹અહીં વિચિત્રએશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. તેમજ આ મંદિર  પાસે સાબરમતી, આકળ અને વાંકળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પણ છે.

    🔹પ્રથમ દિવસે મેળા માં પિતૃશ્રાદ્ધ થાય છે, વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્નેહી જનો ને યાદ કરવામાં આવે છે, ત્યાર બાદ વિલાપ કરતા લોકો બીજે દિવસે ઢોલનગારાના તાલે નૃત્ય કરી , તાલબદ્ધ સ્વરે ગીતો ગાય આનંદ પ્રમોદ કરે છે . આ મેળામાં પાન ખાવાનો અને ખવડાવવાનો પણ અનેરો મહિમા છે . મેળામાં ઠેર ઠેર પાનવાળાઓ ઘૂમતા જોવા મળે છે .


● સ્ત્રોત- ગુજરાત ના લોકત્સવો અને મેળા નામના પુસ્તક ની માહિતી છે.

No comments:

Post a Comment

if you have any doubts please let me know