ગુજરાત જ નહીં, ભારત જ નહીં પરંતુ વિશ્વપ્રસિદ્ધ લેખક, આંતરરાષ્ટ્રીય પત્રકાર, જેમનું અંગ્રેજી પુસ્તક 'માય ઈન્ડિયા માય અમેરિકા' જોઈને એક વિદ્વાન વિવેચકે 'જોસેફ કોનરેડ' અને 'લીન યુ તાંગ' સાથે સરખામણી કરી હતી. જેઓ ઉત્તમ કવિ, ઉમદા ચિત્રકાર અને ઉત્કૃષ્ટ નાટયકાર તરીકેની બહુમુખી પ્રતિભા અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. એવા દેશભક્ત સર્જક કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી ફક્ત સાહિત્યકાર જ નહીં દેશપ્રેમી સાંસ્કૃતિકવાહક, રાજનીતિજ્ઞ પત્રકાર તરીકે ગુજરાત, ભારત અને અમેરિકા સહિત વિદેશોમાં પણ છવાયેલા હતા.
આ સર્જકનો જન્મ 16/9/1911 ના રોજ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું હતું .1929માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)માં જોડાયા. 1931માં તેઓ વિશ્વભારતી, શાંતિનિકેતનમાં દાખલ થયા. 1933માં ત્યાંથી તેઓ સ્નાતક થયા હતા. રવીન્દ્રનાથ ટાગોર અને અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ત્યાંથી 1935માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. પૂર્ણ કર્યુ. તો 1936માં કોલંબિયા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયા. સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ અને પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
તેઓએ આ સમય દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી લોકોને જાગૃત કર્યા.
ગાંધી યુગના મહત્ત્વના કવિ, સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણીના સાહિત્યસર્જન વિશે વિચાર કરીએ ત્યારે તેમનાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યો, ગીતો, કટાક્ષ કે નિરૂપણની દૃષટિએ રચાયેલી કૃતિઓ ‘ઝબક જ્યોત’, ‘ભથવારી’, 'વડલો,' મોરનાં ઈંડા' ‘પીળા પલાશ’, 'ભરતી' વગેરે કૃતિઓ આંખ સામે ખડી થાય .
"અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે
સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આ કાવ્ય પંક્તિઓ અચૂક સાંભરે. તેમના ‘કોડિયાં' અને 'પુનરપિ' કાવ્યસંગ્રહો છે .
સંસ્કૃતિના 1952ના અંકમાં 'હું અને કવિતા' વિષય પર કૃષ્ણલાલ શ્રીધરાણીએ લખ્યું છે કે 'મૂળ અભિલાષા તો ચિત્રકાર થવાની .બાળપણ ગિરનારની તળેટીમાં ગાળેલું.ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં ક્યારેક ક્યારેક રવિભાઈ આવતા તો કનુભાઈની દોરવણી પણ મળી હતી સોમાભાઈ સાથે દોસ્તી જામી અને ચિત્રકળા જાણવા મળી ત્યાં જ સમી સાંજે પ્રાર્થના મંદિર ની અગાસી શુક્ર તારા સામે જોઈને એકાએક પંક્તિઓ આવેલી.
"તારા! તારા! ત્હારા જેવી મીઠી મીઠી આંખ દે!
પંખી મીઠા! તારા જેવી ચેતનવંતી પાંખ દે.
ગુજરાતીના શિક્ષક તેમણે કહ્યા વિના કવિતા 'અભિલાષ' બચુભાઇ રાવતને મોકલી આપી અને 'કુમાર'માં છપાઈ.એ પછી તો રંગરેખાનો અર્થ પરખાય એ પહેલા શબ્દો સ્ફૂરવા લાગ્યા કવિતા શરૂ થઈ ચૂકી હતી .
એમનો કાવ્યસંગ્રહ 'કોડિયાં' 1934માં આવ્યો. તેમની કાવ્યસૃષ્ટિ જોઈએ તો સૌંદર્ય પ્રધાન,ગેય,અને માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્ય તેમજ સોનેટ વાસ્તવ દર્શન સાથે કટાક્ષ નિરૂપણની દ્રષ્ટિએ નવતાર રચનાઓ તાજગીભર્યા કલ્પનો અને પ્રતીકો સાથે ની ભાષાની સખ્તાઇ પણ નોંધપાત્ર છે. મરણોત્તર પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ 1961 સંગ્રહિત 22 રચનાઓ વિશિષ્ટ વ્યક્તિત્વ ઉપસે છે.
કવિ શ્રી ઉમાશંકર જોશી તેમની કવિતા વિશે નોંધે છે કે" 1930ના ગાળાના અપૂર્વ ચેતન સ્પંદનની સાથે ગુજરાતમાં અનેક કવિ કંઠી અલ્યા તેમાં સાચી કવિતા નો રણકો જેઓ ના અવાજમાં વર્તાતો હતો તેઓમાંના એક હતા. શ્રીધરાણી સુભગ શબ્દ વિન્યાસ તાજગીભર્યો લય હિલોલ સુરેખ ચિત્ર ખડા કરતાં ભાવપ્રતીકો આદિ દ્વારા શ્રીધરાણીની રચનાઓમાં જે અનાયાસ કલાસૂઝ પ્રગટ થતી તે કદાચ અજોડ હતી."
1930ની ઐતિહાસિક દાંડીકુચના એક સૈનિક તરીકે તેમની ધરપકડ થતાં નાસિકની જેલમાં ફક્ત ઓગણીસ વર્ષની ઊંમરે જેલની બારીમાંથી ડોકાતી વડલાની ડાળ જોઈને 'વડલો' નાટક લખ્યું જે આપણી ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ મૌલિક નાટ્યકૃતિ છે. વડલો વિશે તેઓ લખે છે કે,"આમ તો વડલો એક નાટક છે પણ મારે મને સોનેટ સિકવન્સ છે ઉંમર વધતી જાય એમ પહેલા લખેલું સુધારવાનું મન થાય પણ વડલો મારી એક એવી કૃતિ છે કે એમ એક કાનો ઉમેરવાનું મન નથી થતું હું એને મારું એક ધન્ય ક્ષણ નું દર્શન માનું છું વડલો થી હું કૃતાર્થતા અનુભવું છું."
તેમનું આ નાટક 'વડલો' હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ પામીને ગુજરાતના સીમાડા બહાર પણ પહોચી ચૂકયું છે. તેમના બીજા નાટકો પૈકીનું 'મોર ના ઈંડા (1934 )'પદ્મિની ઐતિહાસિક નાટય કૃતિ છે.
નાસિકમાં કારાવાસની સજા વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળીને સત્યકથાઓને આધારે લખેલી ટૂંકી નવલકથા 'ઇન્સાન મિટા દૂંગા'(1932) માં વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ પણ થયું છે.
1945 પછી 'અમૃતબઝાર પત્રિકા' માટે લખવાનું શરૂ કર્યું. આ ઉપરાંત વિદેશોના અખબારોમાં પણ લખતા હતા તેમના આ લેખો રાજકીય વિશ્લેષણ ના અને દુનિયાના અનેક દેશોના અખબારો સુધી તેઓ ગ્લોબલ જર્નાલિસ્ટ બની રહ્યા હતા .1946માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. શ્રીધરાણીના પત્રકારત્વના પુસ્તકો ' વૉર વિધાઉટ વાયોલન્સ (1939 )'માય ઈન્ડિયા માય અમેરિકા' (1941) 'ધ બીગ ફોર ઓફ ઈન્ડિયા (1951) વોર્નિંગ સુધી વેસ્ટ (1942) 'ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ (1946)અને 'ધ જર્નાલિઝમ ઇન્ડિયા (1956) છે.જનરલ નૉલેજ ઍન્સાઇક્લોપીડિયા (1949), સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ (1953), ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા (1956), ધી ઍડવેન્ચર્સ ઑવ અપસાઈડ ડાઉન ટ્રી (1956) અને સ્પાય્ કસ ફ્રોમ કશ્મીર (1959) એમના અંગ્રેજી ગ્રંથો છે. 1946માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા.તેમને 1958નો રણજિતરામ સુવર્ણચંદ્રક મરણોત્તર એનાયત થયેલો. 23/7/1960ના રોજ હૃદય બંધ પડવાથી દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું .

(લેખન સંકલન અને સ્કેચ: 'શિલ્પી' બુરેઠા. કચ્છ)
No comments:
Post a Comment
if you have any doubts please let me know