Friday, January 3, 2025

National means cum merit Scholarship Scheme-2024-25

“નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના-૨૦૨૪-૨૫” "National means cum merit Scholarship Scheme-2024-25"




રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા: ૦૧/૦૧/૨૦૨૫ થી તા:૧૧ /૦૧/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ.૧૦૦૦/- લેખે વાર્ષિક રૂ. ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. (રાજ્યનો કુલ ક્વોટા ૫૦૯૭ વિદ્યાર્થીઓ છે.)








           

No comments:

Post a Comment

if you have any doubts please let me know