Saturday, December 21, 2024
જ્ઞાન સહાયક (પ્રાથમિક) વિભાગમાં ભરતી માટેનું મેરીટ જાહેર
Saturday, December 7, 2024
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક Merit list 2024
ઉચ્ચતર માધ્યમિક Meritlist 2024
સરકારી ઉચ્ચતર માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :
https://hgv.gserc.in/HGV/HGVGeneralMerit.aspx
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક મેરીટ લિસ્ટ ની લિંક :
https://hgr.gserc.in/HGR/HGRGeneralMerit.aspx
સરકારી માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :
https://sgv.gserc.in/SGV/SGVGeneralMerit.aspx
ગ્રાન્ટેડ માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :
https://sgr.gserc.in/SGR/SGRGeneralMerit.aspxaspx
Friday, October 11, 2024
TAT (HS) 2023 પાસ ઉમેદવારો માટે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી 2024
TAT (HS) 2023 પાસ ઉમેદવારો માટે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી 2024
▪️કાયમી ભરતી
➡️ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 10-10-2024 થી 21-10-2024
▪️ ભરતીની ઓફિસિયલ વેબસાઈટ : OFFICIAL WEBSITE
Thursday, October 10, 2024
શિક્ષણ_સહાયક (ધો.૯/૧૦) માઘ્યમિક_ભરતી જાહેર
શિક્ષણ_સહાયક (ધો.૯/૧૦) માઘ્યમિક_ભરતી જાહેર
📌 કુલ જગ્યા - 3517
◆સરકારી_શાળાની જગ્યા - 1200
◆ ગ્રાન્ટેડ_શાળાની જગ્યા - 2317
● ગ્રાન્ટેડ શાળામાં ⤵️
ગુજરાતી માધ્યમ - 2258
અંગ્રેજી માધ્યમ - 56
હિન્દી માધ્યમ - 3
કુલ = 2317 જગ્યાઓ
● સરકારી શાળામાં ⤵️
ગુજરાતી માધ્યમ -1196
અંગ્રેજી માધ્યમ -4
કુલ જગ્યા = 1200
📌 ફોર્મ ભરવાની તારીખ: 24/10/2024 થી15/11/2024 ના રાત્રે ૨૩:૫૯ સુધી
Join Whatsapp Group : Click Here
Monday, August 12, 2024
ચુનીલાલ કાળીદાસ મડિયાની જન્મ જયંતી
• ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ 12 ઓગસ્ટ 1922 ના રોજ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો.
• તેઓનું ઉપનામ ગ્રામજીવનના સમર્થ સર્જન અને કુલેન્દુ હતું.
• ઉમાશંકર જોશીના પ્રોત્સાહનના માર્ગદર્શનથી પ્રથમ વાર્તાસંગ્રહ ધૂંઘવતાં પૂર આપ્યો.
• તેમની પ્રથમ નવલકથા પાવક જ્વાળા હતી.
• તેમની નવલકથા લીલુડી ધરતી ૫૨ થી ગુજરાતી ફિલ્મ બની છે.
• જે ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ રંગીન ફિલ્મ હતી.
• તેમનું અવસાન 9 ડિસેમ્બર 1968 ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
◆ સાહિત્યસર્જન ◆
પાવકજવાળા' (૧૯૪૫), 'વ્યાજનો વારસ' (૧૯૪૬), 'ઈંધણ ઓછાં પડ્યાં' (૧૯૫૧), 'વેળા વેળાની છાંયડી' (૧૯૫૬), 'લીલુડી ધરતી'- ભા. ૧-૨ (૧૯૫૭), 'પ્રીતવછોયાં' (૧૯૬૦) 'શેવાળનાં શતદલ' (૧૯૬૦), 'કુમકુમ અને આશકા' (૧૯૬૨), 'સધરા જેસંગનો સાળો'- ભા. ૧-૨ (૧૯૬૨), 'ગ્રહાષ્ટક વત્તા એક' (૧૯૬૫), 'ઇન્દ્રધનુનો આઠમો રંગ' (૧૯૬૭), 'ધધરાના સાળાનો સાળો' (૧૯૬૮), 'આલા ધાધલનું ઝીંઝાવદર' (૧૯૬૮) વગેરે એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.
નવલિકા
'ઘૂઘવતાં પૂર' (૧૯૪૫), 'શરણાઈના સૂર' (૧૯૪૫), 'ગામડું બોલે છે' (૧૯૪૫) 'પદ્મજા' (૧૯૪૭), 'ચંપો અને કેળ' (૧૯૫૦), 'તેજ અને તિમિર' (૧૯૫૨), 'રૂપ-અરૂપ' (૧૯૫૩), 'અંતઃસ્ત્રોતા' (૧૯૫૬), 'જેકબ સર્કલ સાત રસ્તા' (૧૯૫૯), 'ક્ષણાર્ધ' (૧૯૬૨), 'ક્ષત-વિક્ષત' (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે. બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.
નાટક
'હું અને મારી વહુ' (૧૯૪૯), 'રંગદા' (૧૯૫૧), 'વિષયવિમોચન' (૧૯૫૫), 'રક્તતિલક' (૧૯૫૬), 'શૂન્યશેષ' (૧૯૫૭), 'રામલો રોબિહનહૂડ' (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.
કાવ્ય સંગ્રહો
'સૉનેટ' (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે.
સંપાદન
એમનાં સંપાદનોમાં 'મડિયાની હાસ્યકથાઓ', 'મડિયાની ગ્રામકથાઓ', 'મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ', 'શ્રેષ્ઠ એકાંકીઓ', 'નટીશૂન્ય નાટકો', 'નાટ્યમંજરી' અને 'ઉત્તમ એકાંકી' જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. 'શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ' અને 'કાળજાં કોરાણાં' એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો 'આંતરરાષ્ટ્રીય એકાંકીઓ' અને 'કામણગારો કર્નલ' એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.
અન્ય
'ગાંધીજીના ગુરુઓ' (૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તોલ્સ્તોય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. 'વિદ્યાપ્રેમી ફાર્બસ' પણ એમની ચરિત્રપુસ્તિકા છે. 'ચોપાટીના બાંકડેથી' (૧૯૫૯) એ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો 'જયગિરનારી' (૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે. 'વાર્તાવિમર્શ' (૧૯૬૧), 'ગ્રંથગરિમા' (૧૯૬૧), 'શાહમૃગ અને સુવર્ણમૃગ' (૧૯૬૬) અને 'કથાલોક' (૧૯૬૮) એ એમના, કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથો છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય થાય છે. 'નાટક ભજવતાં પહેલાં' (૧૯૫૭), 'ગુજરાતી સાહિત્યમાં ડોકિયું' (૧૯૬૩) એમની પરિચયપુસ્તિકાઓ છે.
પુરસ્કાર
૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
સંદર્ભ : વિકિપીડિયા
Tuesday, July 30, 2024
વન રક્ષક (Forest Guard) રિઝલ્ટ જાહેર
વન રક્ષક (Forest Guard) રિઝલ્ટ જાહેર
💥 વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી.
◆ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી - Click Here
Wednesday, July 3, 2024
રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી
Saturday, May 18, 2024
Friday, February 2, 2024
Thursday, December 21, 2023
Anganwadi Bharti Merit List 2023 : ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2023
Thursday, October 19, 2023
Gyan Sahayak Primary School Selection
Important Links : Gyan Sahayak Primary School Selection
જ્ઞાન સહાયક પ્રાથમિક માટે શાળા પસંદગી 20/10/23 સુધી કરી શકાશે
Online Gyan Sahayak Primary School Selection : Official Website
Wednesday, September 27, 2023
Gujarat Khel Mahakumbh 2023
Gujarat Khel Mahakumbh 2023
ગુજરાત ખેલ મહાકુંભ 2023||https://khelmahakumbh.gujarat.gov.in/loginરમતગમતના વાતાવરણને વધુ લોકપ્રિય બનાવવુંગ્રામ્ય, તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં રમતગમતનું વાતાવરણ ઊભું કરીને વિદ્યાર્થીઓ, યુવાનો, સ્ત્રી-પુરુષો તેમજ વરિષ્ઠ નાગરિકો વગેરેને વિવિધ રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
Encouraging Excellence
રમતગમતના ક્ષેત્રમાં વિશિષ્ટ કૌશલ્યો પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. વધુમાં, વિશેષ તાલીમ, રમતગમતના સાધનો અને માળખાકીય સુવિધાઓ આપીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. મેડલ જીતવાની ક્ષમતા ધરાવતા એથ્લેટ્સને વિવિધ ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓમાં શોધવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારની સઘન તાલીમ આપવામાં આવે છે.
Saturday, September 23, 2023
આજની શિક્ષણ પ્રણાલી
આજની શિક્ષણ પ્રણાલીઓ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષાને મુખ્ય ધ્યાનમાં રાખે છે. તેમજ ન્યૂનતમ શિક્ષા થઈને સુધારાતી પણ છે. અન્ય મુદ્દાઓમાં પણ આવા તબદીલીઓ સાથે શિક્ષણનો પરિપર્ણ બન્યો છે, જેમકે ટેકનોલોજીનો ઉપયોગ અને આધુનિક શિક્ષણ પ્રણાલીઓ.આજની શિક્ષણ પ્રણાલીઓ અધ્યયનમાં પ્રયોગશીલતા, સમગ્ર વિકાસ, ઔદ્યોગિક શિક્ષણ, અને આત્મનિર્ભર શિક્ષણનો આદર કરે છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, અને ગણિત માટે પણ નવી શિક્ષણ પ્રણાલીઓ અને સાધનો વિકસાવ્યા છે.આજની શિક્ષણ પ્રણાલીઓ મુલ્યાંકન, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ, ઑનલાઇન શિક્ષણ માટે વિશેષ કાર્યક્રમો અને મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. આવી પ્રણાલીઓનો ઉપયોગ તાલીમ આપનાર છે અને છાત્રોને આત્મવિશ્વાસ અને નવી જ્ઞાનની સમૃદ્ધિ કરનાર છે.
